શોધખોળ કરો
International Yoga Day: PM Modi એ મૈસૂર પેલેસ પરિસરમાં કર્યા યોગ, જુઓ તસવીરો
યોગ કરતાં પીએમ મોદી
1/5

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કર્ણાટકના મૈસૂર પેલેસના પરિસરમાં યોગ કર્યા. તેમની સાથે અનેક લોકો યોગ કર્યા. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને લોકોને યોગ દિવસની ઉજવણીમાં ભાગીદાર થવાની અપીલ કરી હતી.
2/5

આ વર્ષે સંયુક્ત રાષ્ટ્રસંઘે યોગ દિવસ માટે માનવતાની થીમ રાખી છે. માનવતા માટે યોગાસનો એવી થીમ સાથે દુનિયાના 90 દેશોમાં યોગ દિવસની ઉજવણી થશે જેમાં એમાં અંદાજે ૨૫ કરોડ કરતાં વધુ લોકો ભાગ લઈને યોગાસનો કરશે.@narendramodi
3/5

યોગ દિવસની શુભેચ્છા પાઠવતા મોદીએ કહ્યું કે યોગનો પડઘો વિશ્વના ખૂણે ખૂણેથી સંભળાઈ રહ્યો છે. યોગ જીવનનો આધાર બની ગયો છે. તેમણે કહ્યું કે દરેક ઘરમાં યોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. @narendramodi
4/5

પીએમ મોદીએ કહ્યું કે યોગ જીવનનો ભાગ નથી પરંતુ હવે તે જીવનનો એક માર્ગ બની ગયો છે. તેમણે કહ્યું કે આપણે યોગ જીવવો છે અને યોગને પણ જાણવો છે @narendramodi
5/5

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ભારતમાં આ વખતે આપણે એવા સમયે યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ જ્યારે દેશ આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યો છે, અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. યોગ દિવસની આ વ્યાપકતા, આ સ્વીકૃતિ એ ભારતની એ અમૃત ભાવનાનો સ્વીકાર છે જેણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને ઉર્જા આપી.@narendramodi
Published at : 21 Jun 2022 09:36 AM (IST)
આગળ જુઓ
Advertisement