શોધખોળ કરો
Rain Photos: ભરૂચમાં જળબંબાકાર, વાલિયામાં 12 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી...
છેલ્લા 24 કલાકમાં ભરૂચના વાલિયામાં 12 ઇંચ વરસાદ ખાબકતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયુ છે. ઘરોમાં પાણી ઘૂસ્યા અને સ્કૂલો અને કૉલેજોમાં રજાઓ જાહેર કરાઇ છે

એબીપી લાઇવ
1/11

Rain: રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતથી લઇને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાય વિસ્તારમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે.
2/11

હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગ અને આગાહીકારો હજુપણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી રહ્યાં છે. ગઇકાલે મધ્ય ગુજરાતના ભરૂચ જિલ્લામાં સાંબેલાદાર વરસાદ ખાબક્યો છે.
3/11

છેલ્લા 24 કલાકમાં ભરૂચના વાલિયામાં 12 ઇંચ વરસાદ ખાબકતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયુ છે. ઘરોમાં પાણી ઘૂસ્યા અને સ્કૂલો અને કૉલેજોમાં રજાઓ જાહેર કરાઇ છે.
4/11

માહિતી પ્રમાણે, રાજ્યમાં મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે ભરૂચના વાલિયામાં સાંબેલાધાર 12 ઈંચ વરસાદથી પાણી-પાણી થયુ છે. ભરૂચમાં ભારે વરસાદથી દોલતપુર ગામને જોડતા કૉઝ-વે બંધ કરાતા વાહન વ્યવહાર બંધ કરાયો છે.
5/11

સોડગામ જવાના મુખ્યમાર્ગ પર પણ પાણીના કારણે વાહન વ્યવહાર ઠપ્પ છે. હાલની સ્થિતિમાં વાલિયાના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. ભારે વરસાદના કારણે ભરૂચ તાલુકાની શાળાઓમાં રજાઓ જાહેર કરાઇ છે.
6/11

વાલિયા પંથકમાં 12 ઈંચથી વધુ વરસાદથી જ્યાં જુઓ ત્યાં જળની સ્થિતિ છે. વાલિયાનું ડહેલી ગામ પાણીમાં ગરકાવ થયું છે. મુખ્ય બજાર અને લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા.
7/11

વાલિયાના દેસાડ અને સોડગામ પણ બેટમાં ફેરવાયા હતા. વનખાડી અને કીમ નદીના પાણી ફરી વળ્યા હતા. વાલિયાથી માંગરોળ અને અંકલેશ્વરના માર્ગ પર પાણી ભરાયા હતા. વાલિયાના ડહેલીમાં મહાદેવ મંદિર પાણીમાં જળમગ્ન થયા છે.
8/11

વાલિયાના દેસાળ ગામના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ગામમાં નદીના ધસમસતા પાણી જોવા મળી રહ્યા છે. ગામમાં પાણી ઘૂસતા ગામ લોકોને અન્ય સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. દેહલી બાદ દેસાળ ગામમાં પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. કિમ નદીનું જળસ્તર વધતા લોકો ગામ છોડી જવા મજબૂર બન્યા છે.
9/11

મહીસાગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં લુણાવાડામાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. વીરપુર તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. બાલાસિનોરમાં ચાર ઈંચ વરસાદ થયો હતો. ખાનપુર, કડાણા, સંતરામપુરમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.
10/11

મહીસાગર જિલ્લાનો કડાણા ડેમ હાઈએલર્ટ પર છે. કડાણા ડેમ 94.81 ટકા ભરાતા હાઈએલર્ટ જાહેર કરાયો છે. ડેમમાં હાલ 57 હજાર 818 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે જ્યારે 45 હજાર 180 ક્યુસેક પાણીની જાવક થઇ છે. ડેમના પાંચ ગેટ ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
11/11

સુરતના ઓલપાડના કીમ ગામે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. કીમમાં ભારે વરસાદથી સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. કીમ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પણ પાણી ભરાયા હતા. અમૃતનગર, પોસ્ટ ઓફિસ રોડ, અજમેરી નગર વિસ્તાર બેટમાં ફેરવાયો હતો.
Published at : 03 Sep 2024 04:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
