Bones Health:શરીરને ફિટ રાખવા માટે હાડકાં મજબૂત હોવા પણ જરૂરી છે. આજકાલ ગલત લાઇફ સ્ટાઇલ અને આહારશૈલીની અસર હાડકાં પર પણ પડી રહી છે. હાડકાં નબળાં થતાં અનેક પ્રકારની મુશ્કેલી થઇ શકે છે. તો હાડકાંની તંદુરસ્તી માટે કેટલીક ગલત આદત છોડવી જરૂરી છે.
2/6
જે લોકો ધૂમ્રપાન કરે છે તેમની બોન્સ ડેન્સિટી ખૂબ જ ઓછી હોય છે. આ સ્થિતિમાં આપને અનેક પ્રકારના હાડકાં સંબંધિત રોગ થઇ શકે છે. તમાકુ ખાવાથી ફ્રી રેડિકલ્સ વધે છે. જે બોન્સ બનાતા સેલ્સને મારે છે.ટૂંકમાં ધૂમ્રપાનથી એવા હોર્મોન રિલીઝ થાય છે, જે બોન્સને કમજોર કરે છે.
3/6
જે લોકો ફિઝિકલી એક્ટિવ ન હોય. એક સ્થિતિમાં બેસીને કલાકો સુધી કામ કરે છે. તેમને પણ હાડકાં સંબંધિત બીમારી થઇ શકે છે. તેમના હાંડકા નબળા બને છે. હાંડકાની મજબૂતી માટે વર્કઆઉટ જરૂરી છે.
4/6
વિટામીન ડી અને કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવે છે. હાડકાને મજબૂત બનાવવા માટે કેલ્શિમ અને વિટામિન ડીથી રિચ ફૂડ લેવું જોઇએ. હાંડકાની મજબૂતી માટે બંને જરૂરી છે.
5/6
જો આપ બિલકુલ તાપમાં બહાર નથી જતાં શરીર પર સૂર્યનો તાપ જ ન પડતો હોય તે સ્થિતિમાં પણ આપના હાંડકા નબળા પડે છે, સૂર્ય પ્રકાશમાં વિટામિન ડીનો સ્ત્રોત છે. જો આપ તાપમાં બહાર ન જતાં હો તો સ્પ્લીમેન્ટસ અને ખાવામાં વિટામીન ડી લો
6/6
જે લોકો વધુ પ્રમામમાં નમક લે છે. તેમની પણબોન્સ ડેન્સિટી ખૂબ જ ઓછી હોય છે. વધુ નમક હાંડકાને નબળા કરી દે છે. તેનાથી શરીરમાં સોડિયમ ઇન્ટેક વધી જાય છે. તેના કારણે પણ બોન્સ ડેન્સિટી ખૂબ જ ઓછી હોય છે. એક દિવસમાં 1500 મિગ્રાથી વધુ ઇન્ટેક ન કરવું જોઇએ