કોરોના વાયરસની સામે લડવા માટે આજે કોરોના વેક્સિનને જ અમોઘ શસ્ત્ર માનવામાં આવી રહ્યો છે. જો કે વેક્સિનને લઇને પણ કેટલાક સવાલ છે. તેમાંથી એક છે, કે શું પ્રેગ્નન્ટ મહિલાએ કોરોનાની વેક્સિન લેવી જોઇએ?
2/5
વેક્સિનના ટ્રાયલમાં ગર્ભવતી મહિલાને સામેલ ન હતી કરવામાં આવી તેના કારણે ગર્ભવતી મહિલાએ વેક્સિન માટે હજુ રાહ જોવી પડશે.
3/5
ઓક્સફોર્ડની વેક્સિનને લઇને બ્રિટનમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, ડોક્ટર કેસ ટૂ કેસ બેઝિસ પર પ્રેગ્નન્ટ મહિલાની વેક્સિન લેવાનો નિર્ણય કરી શકે છે.
4/5
ગાયનોકોલિજિસ્ટ અને એક્સપર્ટે લોકોને વેક્સિન લીધા બાદ 2 મહિના બાદ પ્રેગ્નન્સી પ્લાન કરવાની સલાહ આપી છે. આ પહેલા પણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ પ્રેગ્ન્ન્ટ મહિલાને વેક્સિન ન લેવાની સલાહ આપી હતી.
5/5
ડબ્લ્યુએચઓએ વેક્સિન લગાવ્યાં પહેલા મહિલાઓને પ્રેગ્નન્સીનો ટેસ્ટ કરવાની પણ સલાહ આપી છે. તેમજ વેક્સિન લીધા બાદ પણ તરત જ પ્રેગ્નન્સી પ્લાન ન કરવાની સલાહ આપી છે.