શોધખોળ કરો
Model Suicide in Surat: મોડલિંગ કરતી 28 વર્ષીય યુવતીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર, પરિવારજનો શોકમગ્ન
Surat Crime News: સુરતમાં આપઘાતના બનાવોમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. શહેરમાં મોડલિંગ કરતી 28 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. યુવતીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.

મોડેલ તાનિયા
1/6

મોડલના આ પગલાંથી પરિવારજનો શોકમાં ગરક થઈ ગયાં હતાં. આપઘાતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ પ્રેમ પ્રકરણની આશંકા સેવવામાં આવી રહી છે.
2/6

મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં વેસુમાં આવેલી હેપ્પી અલીગન્ઝા રેસીડેન્સી ખાતે રેહતી તાનિયા ભવાનીસિંગ મોડેલિંગના ક્ષેત્રમાં કામ કરતી હતી.
3/6

. ગત રોજ રાત્રે તાનિયા ઘરે લેટ આવી હતી. દરમ્યાન મોડી રાતે તાનિયાએ ઘરમાં જ આપઘાત કરી લીધો હતો.
4/6

સવારમાં પરિવારને દીકરી લટકતી હાલતમાં મળી આવતા તેઓ ચોકી ઉઠ્યા હતા.
5/6

વ્હાલસોયી દીકરીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. તાનિયાના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
6/6

મૃતકના કાનમાંથી ઇયર ફોન મળી આવ્યા હતા. તેનો એક ભાઇ કેનેડામાં અભ્યાસ કરે છે. તેની એક બહેનના લગ્ન થઇ ગયા છે. જયારે તેના પિતા પાંડેસરાની મીલમાં મેનેજમેન્ટ કરે છે.
Published at : 20 Feb 2024 04:04 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
