શોધખોળ કરો
IND vs BAN 1st T20: હાર્દિક પંડ્યાના દમ પર ભારતે બાંગ્લાદેશને હરાવ્યું, જાણો મેચમાં એવું શું થયું જેનાથી ખળભળાટ મચી ગયો
Hardik Pandya IND vs BAN 1st T20: ગ્વાલિયરમાં હાર્દિક પંડ્યાએ તોફાની ઇનિંગ રમી હતી. તેણે સિક્સ ફટકારીને ભારતને બાંગ્લાદેશ સામે જીત અપાવી હતું.

હાર્દિક પંડ્યા
1/6

ભારતે ગ્વાલિયર T20 મેચમાં બાંગ્લાદેશને ખરાબ રીતે હરાવ્યું. ટીમ ઈન્ડિયાએ માત્ર 11.5 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. આ મેચમાં હાર્દિક પંડ્યાએ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. પંડ્યાએ અણનમ 39 રન બનાવ્યા હતા.
2/6

હાર્દિક પંડ્યાએ 16 બોલમાં અણનમ 39 રન બનાવ્યા હતા. તેણે 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. પંડ્યાએ તસ્કીમ અહેમદને ખરાબ રીતે ધોયો હતો. તેણે 12મી ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. આ પછી તેણે આગલા બોલ પર સિક્સર ફટકારી.
3/6

આ મેચ માટે અર્શદીપ સિંહને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે 3.5 ઓવરમાં 14 રન આપીને 3 વિકેટ લીધી હતી.
4/6

બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 127 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 11.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
5/6

ભારત તરફથી સૂર્યાએ 14 બોલમાં 29 રન બનાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. સંજુ સેમસને 19 બોલમાં 29 રન બનાવ્યા હતા. તેણે 6 ચોગ્ગા ફટકાર્યા હતા.
6/6

નીતીશ રેડ્ડીએ પણ અંતમાં હાર્દિક પંડ્યા સાથે સારું પ્રદર્શન કર્યું. તેણે એક છગ્ગાની મદદથી 16 અણનમ રન બનાવ્યા હતા.
Published at : 07 Oct 2024 03:22 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
મહિલા
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
