શોધખોળ કરો
MS Dhoni Quits CSK Captaincy: ધોનીએ અચાનક છોડી ચેન્નાઈની કેપ્ટનશીપ, ટીમને 6 વખત ચેમ્પિયન બનાવી, આ છે સંપૂર્ણ રેકોર્ડ

ધોની, જાડેજા (ફાઈલ ફોટો)
1/5

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની શરૂઆતના 2 દિવસ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડીને બધાને ચોંકાવી દીધા. ચેન્નાઈ સુપર કિંગ્સની ફ્રેન્ચાઈઝીએ ફેન્સને એક નિવેદન દ્વારા ધોનીની કેપ્ટન્સી છોડવાની વાત જણાવી હતી. ધોનીના સ્થાને રવિન્દ્ર જાડેજાને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આઈપીએલની પ્રથમ સિઝનથી જ એમએસ ધોનીએ ચેન્નાઈની કમાન સંભાળી હતી. ધોનીએ આ ટીમને 6 વખત ચેમ્પિયન બનાવી હતી. આવો તમને જણાવીએ કે એક કેપ્ટન તરીકે ધોનીએ શું મેળવ્યું છે.
2/5

એમએસ ધોનીએ આઈપીએલમાં 204 મેચોમાં કેપ્ટનશીપ કરી હતી જેમાંથી તેણે 121 મેચ જીતી હતી. તે જ સમયે, તેને 82 મેચમાં હાર મળી હતી. ધોનીની જીતની ટકાવારી 59.60 હતી.
3/5

ધોનીની કપ્તાની હેઠળ, ચેન્નાઈ સુપર કિંગ્સે 9 વખત ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો, જ્યારે ટીમ 11 વખત પ્લેઓફમાં પહોંચી હતી.
4/5

મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 4 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. ધોની ચેન્નાઈ માટે 2 વખત ચેમ્પિયન્સ લીગ જીતવામાં સફળ રહ્યો.
5/5

ચેન્નાઈની કેપ્ટનશીપ છોડ્યા બાદ ધોની વર્ષ 2007 બાદ પ્રથમ વખત કેપ્ટનશીપ વિના રમતા જોવા મળશે. તેની કેપ્ટનશિપ કારકિર્દીમાં તેણે ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ, ટી20 વર્લ્ડ કપ અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી.
Published at : 25 Mar 2022 06:42 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
