AUS vs AFG: મેકસેવલ મેજીક, શાનદાર 201 રનની અણનમ ઈનિંગ, અફઘાનિસ્તાનને 3 વિકેટથી આપી હાર
આજે વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની ટક્કર અફઘાનિસ્તાનની ટીમ સામે થવાની છે. આજની મેચ બન્ને ટીમો માટે ખુબજ મહત્વની છે
LIVE
Background
Australia vs Afghanistan Live Updates: આજે વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની ટક્કર અફઘાનિસ્તાનની ટીમ સામે થવાની છે. આજની મેચ બન્ને ટીમો માટે ખુબજ મહત્વની છે. ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડકપ 2023 ની 39મી મેચ મુંબઈમાં રમાશે. વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી આ મેચ માટે બંને ટીમો સંપૂર્ણ રીતે તૈયાર છે. અફઘાનિસ્તાને છેલ્લી ત્રણ મેચ જીતી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ સતત પાંચ મેચ જીતી છે. તેથી અફઘાનિસ્તાન માટે મુંબઈમાં જીત મેળવવી આસાન નહીં રહે. સેમિફાઇનલમાં પહોંચવા માટે આ બંને ટીમો માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
ઓસ્ટ્રેલિયાની અકલ્પનીય જીત
ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 3 વિકેટથી હાર આપી હતી. મેક્સવેલના વાવાઝોડામાં અફઘાનિસ્તાનના બોલરો ધોવાયા હતા. મેક્સવેલે 128 બોલમાં અણનમ 201 રન ફટકાર્યા હતા. જેમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગા હતા. તેણે 8મી વિકેટ માટે પેટ કમિંસ સાથે 202 રનની ઐતિહાસિક પાર્ટનરશિપ કરી મેચ જીતાડી હતી.
મેક્સવેલના 150 રન
42 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 245 રન છે. ગ્લેન મેક્સવેલ 155 રન અને પેટ કમિંસ 11 રને રમતમાં છે. બંને વચ્ચે અત્યાર સુધીના 8મી વિકેટ માટે સૌથી મોટી 154 રનની પાર્ટનરશિપ થઈ ચુકી છે.
મેક્સવેલની સદી
34 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 195 રન છે. ગ્લેન મેક્સવેલ 109 રન અને પેટ કમિંસ 8 રને રમતમાં છે.
ઓસ્ટ્રેલિયાને સાતમો ફટકો
23 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 118 રન છે. ગ્લેન મેક્સવેલ 39 રન અને પેટ કમિંસ 5 રને રમતમાં છે. રાશિદ ખાને સ્ટોયનિસને 6 રને એલબીડબલ્યુ અને મિચેલ સ્ટાર્કને 3 રને વિકેટકિપરના હાથે કેચ આઉટ કરાવ્યા હતા.
ઓસ્ટ્રેેલિયાએ ગુમાવી 5મી વિકેટ
14.2 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 69 રન છે. લાબુશેન 14 રન બનાવી રન આઉટ થયો છે. મેક્સવેલ 11 રને રમતમાં છે. ઓસ્ટ્રિલેયાને જીતવા 243 રનની જરૂર છે.