'ઓરેન્જ કેપ પહેરી લેવાથી IPL ચેમ્પિયન નથી બની જવાતું...', કોહલીના એગ્રેશન પર ફરી ભડક્યો ધોનીનો સાથીદાર ખેલાડી
Ambati Rayudu On Virat Kohli: પૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયુડુ સતત રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુંને ટાર્ગેટ કરી રહ્યો છે. અંબાતી રાયડુએ ફરી એકવાર રૉયલ ચેલેન્જર્સ બંગલુંરુ પર નિશાન સાધ્યું છે
Ambati Rayudu On Virat Kohli: પૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયુડુ સતત રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુંને ટાર્ગેટ કરી રહ્યો છે. અંબાતી રાયડુએ ફરી એકવાર રૉયલ ચેલેન્જર્સ બંગલુંરુ પર નિશાન સાધ્યું છે. વાસ્તવમાં, આ સિઝનમાં વિરાટ કોહલીએ 15 મેચમાં 61.75ની એવરેજથી સૌથી વધુ 741 રન બનાવ્યા છે. આ રીતે વિરાટ કોહલીએ ઓરેન્જ કેપ જીતી. કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યરે વિરાટ કોહલીની જગ્યાએ ઓરેન્જ કેપ લીધી હતી. આ પછી વિરાટ કોહલીનો રેકોર્ડ કરેલો વીડિયો ચલાવવામાં આવ્યો. વિરાટ કોહલીએ આ વીડિયો દ્વારા પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
'તમે ઓરેન્જ જીતવા માટે નથી રમતા, પરંતુ તમે આઇપીએલ...'
વિરાટ કોહલીને ઓરેન્જ કેપ મળ્યા બાદ અંબાતી રાયડુએ રૉયલ ચેલેન્જર્સ બેંગલુરું અને વિરાટ કોહલી પર નિશાન સાધ્યું હતું. તમે ઓરેન્જ કેપ જીતવા માટે રમતા નથી, પરંતુ તમે IPL ટ્રોફી જીતવા માંગો છો. જો કોઈ ટીમ આઈપીએલ ટાઈટલ જીતે છે, તો લગભગ તમામ ખેલાડીઓ તેમાં ફાળો આપે છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે અંબાતી રાયડુએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને વિરાટ કોહલી પર નિશાન સાધ્યું હોય. આ પહેલા પણ તે RCB અને વિરાટ કોહલી સામે ટકરાતો રહ્યો છે.
'તમે માત્ર ચેન્નાઇ સુપર કિંગ્સને હરાવીને તમારી આક્રમક રમતથી....'
રોયલ ચેલેન્જર્સ બેંગલુરું ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને પ્લેઓફમાં પહોંચી ગયું છે. આ પછી અંબાતી રાયડુએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ શેર કરી. જેમાં તેણે કહ્યું હતું કે તમે માત્ર ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને અને તમારી આક્રમક રમતથી આઈપીએલનો ખિતાબ નહીં જીતી શકો. અંબાતી રાયડુની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તેમજ સોશિયલ મીડિયા યૂઝર્સે કોમેન્ટ કરીને ઘણો પ્રતિસાદ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલુરું એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરું સિઝનનો અંત આવી ગયો હતો.