IPL 2024 Auction: મિશેલ સ્ટાર્ક બન્યો આઇપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, કેકેઆરે ખોલી દીધો ખજાનો, 24.75 કરોડમાં ખરીદ્યો
ઇન્ડિયન પ્રીમિયર લીગની મિની ઓક્શન અત્યારે દુબઇમાં ચાલી રહી છે, આજે અગાઉના રાઉન્ડમાં પેટ કમિન્સ સૌથી વધુ કિંમત સાથે વેચાયો હતો
Mitchell Starc: ઇન્ડિયન પ્રીમિયર લીગની મિની ઓક્શન અત્યારે દુબઇમાં ચાલી રહી છે, આજે અગાઉના રાઉન્ડમાં પેટ કમિન્સ સૌથી વધુ કિંમત સાથે વેચાયો હતો, સનરાઇઝર્સ હૈદરાબાદને પેટ કમિન્સે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, હવે આ રેકોર્ડને માત્ર ગણતરીની ક્ષણોમાં જ કોલકત્તા નાઇટ રાઇડર્સે તોડી નાંખ્યો છે. કેકેઆરે ઓસ્ટ્રેલિયન સ્ટાર ફાસ્ટ બૉલર મિશેલ સ્ટાર્કને તગડી રકમમાં, 24.75 કરોડમાં ખરીદ્યો છે.
We won, Mr. Starc! 💜 pic.twitter.com/twJ3VmCPDl
— KolkataKnightRiders (@KKRiders) December 19, 2023
IPL 2024ની હરાજી માટે જ્યારથી 333 ખેલાડીઓની યાદી આવી છે, ત્યારથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે જ્યારે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કનું નામ આવશે તો દરેક ટીમ તેના પર બોલી લગાવશે. જ્યારે વાસ્તવિક હરાજી શરૂ થઈ, ત્યારે તમામ ટીમોએ તેમના પર બોલી લગાવવાનું શરૂ કર્યું. પહેલા મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સે તેના પર બોલી લગાવવાનું શરૂ કર્યું. 2 કરોડની બેઝ પ્રાઈસથી શરૂ થયેલી મિશેલ સ્ટાર્કની બિડ થોડા જ સમયમાં 5 કરોડ અને 10 કરોડ રૂપિયાને પાર કરી ગઈ. દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સે બોલીમાંથી હટી ગઇ, આ પછી KKR એટલે કે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ખરો જંગ જામ્યો, બંને ટીમો એક પછી એક બોલી લગાવવા લાગી હતી.
મિશેલ સ્ટાર્કે પેટ કમિન્સને થોડીક જ સેકન્ડોમાં છોડી દીધો પાછળ
મિશેલ સ્ટાર્ક પહેલા તેના જ દેશબંધુ પેટ કમિન્સને પાછળ છોડી દીધો હતો. પેટ કમિન્સને આજની હરાજીમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 20.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અત્યાર સુધી માત્ર પેટ કમિન્સે 20 કરોડની બોલી લગાવી હતી, જે મિચેલ સ્ટાર્કે થોડા જ સમયમાં તોડી નાખી હતી. મિશેલ સ્ટાર્કની બોલી 20 કરોડથી 21 અને પછી 22 કરોડ થઈ ગઇ. આખા ઓક્શન રૂમમાં મૌન હતું. બંને ટીમો વચ્ચે ખેલાડીને ખરીદવા જંગ જામ્યો હતો. KKR અને GT કેમ્પ એકબીજાની વચ્ચે ચર્ચા કરી રહ્યા હતા. આ રકમ ધીમે-ધીમે 23 કરોડ સુધી પહોંચી ગઈ અને પછી પણ તે અટકી નહીં.
મિશેલ સ્ટાર્ક લગભગ 9 વર્ષ રમશે આઇપીએલ
મિચેલ સ્ટાર્ક લગભગ 9 વર્ષ બાદ ફરી એકવાર IPL રમવા આવી રહ્યો છે. આ પહેલા તે વર્ષ 2015માં RCB તરફથી રમ્યો હતો, ત્યારબાદ તેણે પોતે IPL રમવાની ના પાડી દીધી હતી, પરંતુ આ વખતે તેણે પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે તે આ વર્ષની IPL રમવા આવી રહ્યો છે. બંને ટીમો વચ્ચેની બોલી ધીરે ધીરે વધીને 24 કરોડ 75 લાખ રૂપિયા થઈ ગઈ. કેકેઆર છેલ્લી બોલી જીતી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે મિચેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યા છે.
મિશેલ સ્ટાર્કની આઇપીએલ અને ટી20 કેરિયર
મિશેલ સ્ટાર્કની IPL કરિયરની વાત કરીએ તો તેણે 27 મેચ રમીને 34 વિકેટ ઝડપી છે. તેનુ પ્રદર્શન ખુબ જ પ્રશંસનીય રહ્યું છે. જો આપણે એકંદર T20 વિશે વાત કરીએ તો તેણે 58 મેચ રમીને કુલ 73 વિકેટો પોતાના નામે કરી છે. હવે સમગ્ર વિશ્વની નજર KKR તરફથી રમતા મિચેલ સ્ટાર્ક કેવું પ્રદર્શન કરે છે તેના પર રહેશે.
EXCLUSIVE
— australian womens cricket with very little context (@awcwvlc) December 19, 2023
We have received Alyssa Healy’s exclusive reaction to Mitch Starc getting picked in the #IPL2024Auction pic.twitter.com/HOUOa8PFTY
WE WON, MR. STARC.#IPL2024Auction pic.twitter.com/QV5pd48ktd
— KnightRidersXtra (@KRxtra) December 19, 2023