શોધખોળ કરો

Indian Hockey Bronze Medal: ભારતીય હોકી ટીમે સ્પેનને 2-1થી હરાવી બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો

Indian Hockey Team Wins Bronze: ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું અને બ્રોન્ઝ મેડલ જીત્યો. ટીમ ઈન્ડિયાએ સ્પેનને હરાવ્યું છે.

India vs Spain Hockey Olympics 2024: ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો છે. હરમનપ્રીત સિંહની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ સ્પેનને 2-1થી હરાવ્યું છે. ભારત તરફથી બંને ગોલ હરમનપ્રીત સિંહે કર્યા હતા. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ગોલકીપર પી. શ્રીજેશ માટે આ મેચ ખૂબ જ ખાસ હતી. આ તેની કારકિર્દીની છેલ્લી મેચ છે. ટીમ ઈન્ડિયાને પેરિસ ઓલિમ્પિકમાં આ ચોથો મેડલ મળ્યો છે. આ પહેલા તેને શૂટિંગમાં 3 મેડલ મળી ચૂક્યા છે.

પહેલા ક્વાર્ટરમાં બંને ટીમો એકબીજાને ટક્કર આપતી જોવા મળી હતી. પરંતુ આમાં એક પણ ગોલ થઈ શક્યો ન હતો. પરંતુ બીજા ક્વાર્ટરમાં સ્પેનનો વિજય થયો હતો. તેના માટે માર્ક મિરાલેસે 18મી મિનિટે ગોલ કર્યો હતો. જોકે, સ્પેનની ખુશી લાંબો સમય ટકી શકી નહીં. ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે પોતાની તાકાત બતાવી ભારત માટે ગોલ કર્યો હતો. આ રીતે બીજા ક્વાર્ટરના અંત સુધી ભારત અને સ્પેનની ટીમો 1-1ની બરાબરી પર રહી હતી.

ત્રીજા ક્વાર્ટરમાં ભારતે લીડ લીધી

ત્રીજા ક્વાર્ટર દરમિયાન ટીમ ઈન્ડિયા ખૂબ જ આક્રમક દેખાઈ રહી હતી. ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં ભારતે એક ગોલ કર્યો હતો. હરમનપ્રીતે 33મી મિનિટે પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવ્યો અને ગોલ કર્યો. આ પછી તરત જ 35મી મિનિટે અભિષેકને ગ્રીન ગાર્ડ દેખાડવામાં આવ્યો હતો. જોકે, તે પણ 37મી મિનિટે મેદાનમાં આવ્યો હતો. ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં ટીમ ઈન્ડિયા પાસે 2-1ની લીડ હતી.

પેરિસ ઓલિમ્પિક 2024માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન 

ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું હતું. આગળની મેચ આર્જેન્ટિના સાથે ડ્રો રહી હતી. ભારતે ત્રીજી મેચમાં આયર્લેન્ડને 2-0થી હરાવ્યું હતું. પરંતુ તેને બેલ્જિયમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીત નોંધાવી હતી. ભારતે ઓસ્ટ્રેલિયાને 3-2થી હરાવ્યું હતું. ત્યાં પણ ગ્રેડ બિર્ટેનનો પરાજય થયો હતો. ભારતને જર્મની સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

સ્પેનને નિરાશાનો સામનો કરવો પડ્યો

સ્પેને છેલ્લા ક્વાર્ટરમાં પુનરાગમન કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને સફળતા ન મળી. છેલ્લી ઘડીમાં સ્પેનને પેનલ્ટી કોર્નર પણ મળ્યો હતો. પરંતુ ભારતના સ્ટાર ગોલકીપર શ્રીજેશે આસાનીથી બચાવ કર્યો હતો. સ્પેને અંતિમ ક્વાર્ટરમાં ગોલ કરવાના તમામ શક્ય પ્રયાસો કર્યા હતા. પરંતુ ભારત જીત્યું. ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં ગન પોઈન્ટ પર ગુજરાતીઓ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : આરોગ્ય કેન્દ્રોનો ઈલાજ ક્યારે?Sabarkantha News | વડાલીના નાદરી ગામે ક્રુરતાની હદ વટાવતી ઘટના, અજાણ્યા શખ્સોએ ગૌ માતાનું ગળુ કાપી નાંખ્યુંAravalli News: અરવલ્લી જિલ્લાના માલપુરમાં કરુણ ઘટના, વાત્રક નદીમાં ડુબતા ત્રણ સગીરના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO  
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
Embed widget