શોધખોળ કરો

Manu Bhaker-Neeraj Chopra: નીરજ ચોપડા અને મનુ ભાકરના લગ્ન ફિક્સ ? શૂટરના પિતાએ કરી સ્પષ્ટતા

Manu Bhaker And Neeraj Chopra Marriage Speculation: પેરિસ ઓલિમ્પિક 2024ની સમાપ્તિ થઇ ગઇ છે. ભારતીય સ્ટાર જેવેલિન થ્રૉઅર નીરજ ચોપડાએ આ વખતે પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો

Manu Bhaker And Neeraj Chopra Marriage Speculation: પેરિસ ઓલિમ્પિક 2024ની સમાપ્તિ થઇ ગઇ છે. ભારતીય સ્ટાર જેવેલિન થ્રૉઅર નીરજ ચોપડાએ આ વખતે પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે શૂટર મનુ ભાકેરે 2 બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા. નીરજે ભાલા ફેંકમાં મેડલ જીત્યો હતો. મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ મહિલા સિંગલ્સ અને ટીમ ઈવેન્ટ્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. નીરજ ચોપડા અને મનુ ભાકરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં બંને એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ પછી તેમના અફેર અને લગ્નની અફવાઓ આવવા લાગી હતી.

વાયરલ વીડિયોમાં નીરજ ચોપડા શૂટિંગની ક્વિન મુન ભાકર સાથે વાત કરતી વખતે શરમાઈ ગયો હતો. બંને આંખનો સંપર્ક કર્યા વિના એકબીજા સાથે વાત કરતા હતા. આ પછી ફેન્સ વિવિધ પ્રકારની ધારણાઓ કરવા લાગ્યા. આ પહેલા નીરજ ચોપડાની માતાએ કહ્યું હતું કે તે પોતાની પસંદની છોકરી સાથે લગ્ન કરશે.

મામલો અહીં પૂરો નથી થયો. આ સિવાય એક અન્ય વીડિયો વાયરલ થયો હતો, જેમાં મનુ ભાકરની માતા સુમેધા ભાકર જેવલિન સ્ટાર નીરજ ચોપડા સાથે વાત કરતી જોવા મળી હતી. આ વીડિયોમાં સુમેધા ભાકર પણ નીરજના માથા પર હાથ મુકતી જોવા મળી હતી. મનુની માતા અને નીરજ ચોપડાનો વીડિયો વાયરલ થતા જ બંને ભારતીય એથ્લેટ્સના લગ્નના સમાચાર વાયરલ થઈ ગયા હતા. લોકો સોશિયલ મીડિયા પર દાવો કરવા લાગ્યા કે મનુની માતા નીરજ સાથે તેની પુત્રીના લગ્નની વાત કરી રહી છે.

મનુ ભાકરના પિતાએ કરી દીધી સ્પષ્ટતા 
દરમિયાન, મનુ ભાકરના પિતાએ મનુ ભાકર અને નીરજ ચોપડાના લગ્નના સમાચારને લઈને બધુ સ્પષ્ટ કર્યું. ન્યૂઝ નેશનમાં પ્રકાશિત એક અહેવાલમાં, મનુ ભાકરના પિતાને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, "મનુ ભાકર હજુ ખૂબ નાની છે. તે લગ્નની ઉંમરની નથી. હજુ સુધી તેના વિશે વિચાર્યું નથી." આ સિવાય સુમેધા ભાકર અને નીરજ ચોપડા વચ્ચે થયેલી વાતચીત પર મનુ ભાકરના પિતાએ કહ્યું કે, મનુની માતા નીરજ ચોપડાને પોતાના પુત્ર સમાન માને છે.

ખરેખરમાં શું થઇ હતી વાતચીત ? 
વાસ્તવમાં એક તરફ સોશિયલ મીડિયા પર ફેન્સે નીરજ ચોપડા અને મનુ ભાકરના લગ્નની અટકળો શરૂ કરી દીધી છે. દરમિયાન, એક વ્યક્તિએ દાવો કર્યો છે કે મનુ ભાકરની માતાએ નીરજ ચોપડાને શપથ લીધા છે કે તે ક્યારેય ટેન્શન નહીં લે, આરામ કરશે અને પછી તેની મહેનત ચાલુ રાખશે. તેણે આગળ કહ્યું કે દીકરા, દિલમાં ક્યારેય ઘા ના રાખ. સુમેધાએ પછી નીરજને પૂછ્યું કે તે તેની પુત્રીને કેવી રીતે પસંદ કરે છે? નીરજ ચોપડાએ શરમાઈને જવાબ આપ્યો અને કહ્યું કે તેણે ક્યારેય મનુ તરફ પ્રેમની નજરે જોયું નથી. ABP Live આ ચર્ચાની પુષ્ટિ કરતું નથી, તે માત્ર સોશિયલ મીડિયા પરથી લેવામાં આવેલા દાવા પર આધારિત છે.

બન્ને મેડલ જીતીને લાવ્યા છે 
નીરજ ચોપડા અને મનુ ભાકર, બંને એથ્લેટ્સે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત માટે મેડલ જીત્યા છે. મનુ ભાકરે સિંગલ્સ અને મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ જીત્યા છે. આ સાથે તે એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી સ્વતંત્ર ભારતની પ્રથમ એથ્લેટ બની હતી. બીજી તરફ નીરજ ચોપડા 2020 ટોક્યો ઓલિમ્પિકમાં જીતેલા ગૉલ્ડ મેડલનો બચાવ કરી શક્યો ના હતો, પરંતુ તેણે 89.45 મીટર બરછી ફેંકીને સિલ્વર મેડલ ચોક્કસપણે જીત્યો હતો.

આ પણ વાંચો

Aravalli: અરવલ્લીમાંથી પકડાયેલા બાંગ્લાદેશી યુવક અંગે મોટો ઘટસ્ફોટ, દુબઇમાં બે સંતાનોની માતા સાથે પરણ્યો, વિઝા નથી છતાં.....

ન્યૂઝ ચેનલો માટે કેન્દ્ર સરકારની એડવાઇઝરી, કુદરતી આફતો અને દુર્ઘટનાઓના દ્રશ્યો પર સમય અને તારીખ લખો

Narmada Dam: નર્મદા ડેમમાં પાણીની આવક વધી, બનાસકાંઠાની મેઇન કેનાલમાં પાણી છોડાતા આજુબાજુના ગામોને કરાયા એલર્ટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Air Pollution: હવે જો ખેતરમાં પરાળ સળગાવી તો ભારે પડી જશે! ભારત સરકારે વધતા પ્રદૂષણને રોકવા લીધો મોટો નિર્ણય
Air Pollution: હવે જો ખેતરમાં પરાળ સળગાવી તો ભારે પડી જશે! ભારત સરકારે વધતા પ્રદૂષણને રોકવા લીધો મોટો નિર્ણય
Jammu Kashmir: કલમ 370 પર જમ્મુ કાશ્મીર વિધાનસભામાં હોબાળો,  ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી
Jammu Kashmir: કલમ 370 પર જમ્મુ કાશ્મીર વિધાનસભામાં હોબાળો, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી
National Cancer Awareness Day 2024: દરરોજ દારૂ પીનારા લોકોમાં કેટલો વધી જાય છે કેન્સરનો ખતરો? જાણી લો જવાબ
National Cancer Awareness Day 2024: દરરોજ દારૂ પીનારા લોકોમાં કેટલો વધી જાય છે કેન્સરનો ખતરો? જાણી લો જવાબ
Banaskantha: વાવ બેઠકની પેટાચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ,  સી.આર.પાટીલ અને મુકુલ વાસનિક કરશે પ્રચાર
Banaskantha: વાવ બેઠકની પેટાચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ, સી.આર.પાટીલ અને મુકુલ વાસનિક કરશે પ્રચાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Pollution:હવા અને પાણી પ્રદુષણના સકંજામાં દિલ્હી, જાણો ક્યાં પહોંચ્યો AQI?Sharemarket Updates: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, વિશ્વ બજારમાં ઊંચકાયા ડોલરના ભાવJamnagar Accident :કાર ચાલુ કર્યા બાદ અચાનક નીચે ઉતરતા પટકાયો ચાલક, જુઓ અકસ્માત વીડિયોમાંSurat Hit And Run: ટેમ્પોચાલકે રસ્તા પર ચાલતા વૃદ્ધને ફંગોળ્યા, જુઓ LIVE હીટ એન્ડ રન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Air Pollution: હવે જો ખેતરમાં પરાળ સળગાવી તો ભારે પડી જશે! ભારત સરકારે વધતા પ્રદૂષણને રોકવા લીધો મોટો નિર્ણય
Air Pollution: હવે જો ખેતરમાં પરાળ સળગાવી તો ભારે પડી જશે! ભારત સરકારે વધતા પ્રદૂષણને રોકવા લીધો મોટો નિર્ણય
Jammu Kashmir: કલમ 370 પર જમ્મુ કાશ્મીર વિધાનસભામાં હોબાળો,  ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી
Jammu Kashmir: કલમ 370 પર જમ્મુ કાશ્મીર વિધાનસભામાં હોબાળો, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી
National Cancer Awareness Day 2024: દરરોજ દારૂ પીનારા લોકોમાં કેટલો વધી જાય છે કેન્સરનો ખતરો? જાણી લો જવાબ
National Cancer Awareness Day 2024: દરરોજ દારૂ પીનારા લોકોમાં કેટલો વધી જાય છે કેન્સરનો ખતરો? જાણી લો જવાબ
Banaskantha: વાવ બેઠકની પેટાચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ,  સી.આર.પાટીલ અને મુકુલ વાસનિક કરશે પ્રચાર
Banaskantha: વાવ બેઠકની પેટાચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ, સી.આર.પાટીલ અને મુકુલ વાસનિક કરશે પ્રચાર
Donald Trump: અમેરિકામાં બીજી જીત સાથે ટ્રમ્પે તોડ઼્યો 131 વર્ષ જૂનો રેકોર્ડ, બંન્ને ચૂંટણીમાં મહિલા ઉમેદવારોને હરાવ્યા
Donald Trump: અમેરિકામાં બીજી જીત સાથે ટ્રમ્પે તોડ઼્યો 131 વર્ષ જૂનો રેકોર્ડ, બંન્ને ચૂંટણીમાં મહિલા ઉમેદવારોને હરાવ્યા
Kamala Harris: 'લોકતંત્ર અને સમાન ન્યાય માટેની લડાઇ છોડીશ નહીં', હાર બાદ કમલા હેરિસે સમર્થકોને કહ્યુ
Kamala Harris: 'લોકતંત્ર અને સમાન ન્યાય માટેની લડાઇ છોડીશ નહીં', હાર બાદ કમલા હેરિસે સમર્થકોને કહ્યુ
Gujarat: સુરતમાં સ્પા સેન્ટરમાં લાગી આગ, ગૂંગળામણના કારણે બે યુવતીઓના મોત
Gujarat: સુરતમાં સ્પા સેન્ટરમાં લાગી આગ, ગૂંગળામણના કારણે બે યુવતીઓના મોત
ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી ટેસ્લાએ બનાવ્યો રેકોર્ડ, એલન મસ્કે ઝટકામાં કરી 20 હજાર કરોડ રૂપિયાની કમાણી
ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી ટેસ્લાએ બનાવ્યો રેકોર્ડ, એલન મસ્કે ઝટકામાં કરી 20 હજાર કરોડની કમાણી
Embed widget