વિરાટની કેપ્ટન્સીમાં ભારત વર્લ્ડકપ કક્ષાની કઈ ચાર મોટી ટુર્નામેન્ટ હાર્યું ? કોહલી કોની નકલ કરવા જતાં પછડાયો ?
કેટલાક લોકોનુ કહેવુ છે કે, કેપ્ટન કોહલીની વધુ પડતી આક્રમકતા ટીમને ડુબાડી રહી છે, અને આ કારણે કેપ્ટન કોહલીની કેપ્ટનશીપમાં આઇસીસીની ચાર મોટી ટૂર્નામેન્ટમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા હાલ મોટી મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે, અને તેનો સંપૂર્ણ દોષ કોહલીને આપવામાં આવી રહ્યો છે. આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021ની ચેમ્પિયન બનવાની સૌથી ફેવરેટ મનાતી ભારતીય ટીમ ગૃપ મેચોમાંથી જ બહાર ફેંકાઇ ગઇ છે. સોશ્યલ મીડિયા પર કેપ્ટન કોહલીની રણનીતિ અને ટીમની જવાબદારી પર લોકો સવાલો ઉઠાવી રહ્યાં છે. આ બધાની વચ્ચે ટીમ ઇન્ડિયા ટી20 વર્લ્ડકપમાંથી કેમ બહાર થઇ તેના કારણો સામે આવ્યા છે.
કેટલાક લોકોનુ કહેવુ છે કે, કેપ્ટન કોહલીની વધુ પડતી આક્રમકતા ટીમને ડુબાડી રહી છે, અને આ કારણે કેપ્ટન કોહલીની કેપ્ટનશીપમાં આઇસીસીની ચાર મોટી ટૂર્નામેન્ટમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.
ક્યાં ક્યાં હારી કોહલીની ટીમ---
વાત કરીએ તો કેપ્ટન તરીકે કોહલી સતત ચાર મોટી ટૂર્નામેન્ટમાં હારનો સ્વાદ ચાખી ચૂક્યો છે. સૌથી પહેલા વર્ષ 2017માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે હાર્યુ હતુ. આ પછી વર્ષ 2019માં આઇસીસી વનડે વર્લ્ડકપની સેમિ ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યુ, વર્ષ 2021માં ફરી એકવાર આઇસીસીની મોટી ટૂર્નામેન્ટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી છેલ્લા અત્યારે ચાલી રહેલા આઇસીસી ટી20 વર્લ્ડકપમાં ગૃપ મેચોમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થવુ પડ્યુ હતુ. આ ચારેય કોહલી માટે કેપ્ટન તરીકે સૌથી મોટી ટૂર્નામેન્ટ્સ હતી. પરંતુ દરેકમાં હાર મળતા કોહલી પર સવાલો ઉઠ્યા છે.
કોહલીએ કરી ઇંગ્લેન્ડની નકલ-
એક સમયે ઇંગ્લિશ ટીમ નબળા ફોર્મ સામે ઝઝૂમી રહી હતી, અને વર્ષ 2015ના વન-ડે વર્લ્ડ કપમાં પણ નબળો દેખાવ રહ્યો હતો. જોકે આ પછી ઇંગ્લેન્ડે આક્રમક રમત રમવાનુ શરૂ કર્યુ અને બાદ ટીમને આક્રમક ક્રિકેટથી મોટો ફાયદો થયો, વ્હાઈટ બોલ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ વર્લ્ડ ચેમ્પિયન તરીકે ઊભરી આવ્યું. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પણ આ જ રમત અપનાવી હતી, અને ક્રિકેટની રમતમાં પછડાયો હતો, તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ટી-20 ક્રિકેટમાં પણ આક્રમક ક્રિકેટ રમશે. ઈંગ્લેન્ડની ટીમ જ્યારે ઈન્ડિયાના પ્રવાસે આવી ત્યારે તેની ઝલક પણ જોવા મળી હતી.