શોધખોળ કરો

Cyber Attack: ભારતીયોના મોબાઇલ પર પાકિસ્તાનીઓ આ રીતે કરી રહ્યાં છે એટેક, આ પ્રકારની એપ્સને ના કરો ડાઉનલૉડ, નહીં તો...

પાકિસ્તાની હેકર્સ ટ્રાન્સપરન્ટ ટ્રાઈબ CapraRATની મદદથી ભારતીય એન્ડ્રોઈડ યૂઝર્સના મોબાઈલમાં ઘૂસણખોરી કરી રહ્યા છે

Cyber Attack : ભારતમાં ઇન્ટરનેટ યૂઝર્સને વધુ એક ખતરાનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાની હેકર્સ ભારતીય એન્ડ્રોઈડ યૂઝર્સને નિશાન બનાવી રહ્યા છે. હાલમાં જ આ માહિતી સામે આવી છે, જેમાં ખુલાસો થયો છે કે, હેકર્સ ભારતમાં લોકપ્રિય કેટલીક એપ્સ જેવી જ ફેક એપ્સ બનાવીને ભારતીય યૂઝર્સના ફોનમાં વાયરસ ફેલાવી રહ્યા છે અને પછી તેની જાસૂસી કરી રહ્યા છે. જો તમે આ પાકિસ્તાની હેકર્સથી બચવા માંગો છો, તો અમે તમને તેમના વિશે સંપૂર્ણ માહિતી આપી છે. જેમાં અમે તમને બતાવી રહ્યા છીએ, કે કેવી રીતે પાકિસ્તાની હેકર્સ ભારતીય એન્ડ્રોઇડ યૂઝર્સને ટાર્ગેટ કરી રહ્યા છે અને કેવી રીતે તેઓ તેમની પર્સનલ ડિટેલ્સ ચોરી રહ્યા છે.

પાકિસ્તાની હેકર્સ કઇ રીતે કરી રહ્યાં છે હેક 
પાકિસ્તાની હેકર્સ ટ્રાન્સપરન્ટ ટ્રાઈબ CapraRATની મદદથી ભારતીય એન્ડ્રોઈડ યૂઝર્સના મોબાઈલમાં ઘૂસણખોરી કરી રહ્યા છે, જેમાં હેકર્સ યુટ્યુબ જેવી જ ફેક એપ બનાવીને ભારતીય એન્ડ્રોઈડ યૂઝર્સના મોબાઈલમાં CapraRAT ઈન્સ્ટૉલ કરી રહ્યા છે અને ત્યારબાદ તેમની પાસે એન્ડ્રોઇડ મોબાઇલનો રિમૉટ એક્સેસ આવી જાય છે. 

કયા લોકોને કરવામાં આવે છે ટાર્ગેટ - 
પાકિસ્તાની હેકર્સનું એક ગૃપ કાશ્મીર મુદ્દાઓ સાથે સંકળાયેલા લોકો અને CapraRAT મોબાઇલ રિમૉટ એક્સેસ ટ્રૉજન દ્વારા પાકિસ્તાન સંબંધિત મુદ્દાઓ પર માનવાધિકારનું કાર્ય કરતા કાર્યકરો વિરુદ્ધ જાસૂસી કરી રહ્યું છે. સુરક્ષા સંશોધક એલેક્સ ડેલામૉટના જણાવ્યા અનુસાર, CapraRAT એક અત્યંત આક્રમક માલવેર છે, જે એન્ડ્રોઇડ ડિવાઇસમાં ઘૂસી જાય છે અને તમામ ડેટાની ચોરી કરે છે.

કઇ રીતે ફેલાઇ રહ્યો છે વાયરસ  - 
ટેક એક્સપર્ટના મતે આ ખતરનાક એપ ગૂગલ પ્લે સ્ટૉર પર ઉપલબ્ધ નથી. પાકિસ્તાની હેકર્સ આ એપને ઇન્સ્ટૉલ કરવા માટે સોશ્યલ મીડિયા અને અન્ય વેબસાઈટનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યાં તેઓ તેને ઇન્સ્ટૉલ કરવાની લાલચ આપે છે. તમારા એન્ડ્રોઈડ મોબાઈલમાં CapraRAT ઈન્સ્ટૉલ થતાં જ તમારું ડિવાઇસ પાકિસ્તાની હેકર્સ પાસે પહોંચી જાય છે.

દેશના આ 10 જિલ્લામાં થાય છે 80% સાયબર ક્રાઇમ

ટેક્નોલોજી સગવડ માટે છે પરંતુ આજે તે છેતરપિંડી અને સાયબર ક્રાઇમનો પણ મોટો સ્ત્રોત છે. દરરોજ વિવિધ પ્રકારના નાણાકીય છેતરપિંડીના કેસ નોંધાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે દેશમાં આવા 10 જિલ્લાઓ છે, જે સાયબર ફ્રોડના કુલ આંકડાઓમાં એકલા 80 ટકા હિસ્સો ધરાવે છે. એટલે કે તેઓ ઓનલાઈન છેતરપિંડીમાં સૌથી આગળ છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના સમાચાર અનુસાર, ઓનલાઈન છેતરપિંડી કરનારાઓ UPI ટ્રાન્ઝેક્શન ફ્રોડને તેમનું લક્ષ્ય બનાવી રહ્યા છે. 2020-23ના સમયગાળા માટે સાયબર ક્રાઈમના વલણો પર સોમવારે જારી કરાયેલા શ્વેતપત્રમાં કહેવામાં આવ્યું છે કે ઑનલાઇન નાણાકીય છેતરપિંડીમાં મુખ્યત્વે અનધિકૃત વ્યવહારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સમાચાર અનુસાર, આ અભ્યાસ IIT કાનપુર અને ફ્યુચર ક્રાઈમ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આમાં ઘણા ચિંતાજનક વલણો સામે આવ્યા છે. આ ડેટા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો અને સંસદ અને થિંક ટેન્ક જેવા વિવિધ પ્લેટફોર્મ પર આધારિત છે.

આ 10 જિલ્લાઓ છેતરપિંડીનું કેન્દ્ર છે

સમાચાર અનુસાર, ભરતપુર, મથુરા, નૂહ, દેવઘર, જામતારા, ગુરુગ્રામ, અલવર, બોકારો, કરમાતાંડ, ગિરિડીહ (Giridih) એવા જિલ્લાઓ છે જ્યાંથી દેશના કુલ સાયબર ક્રાઇમના 80 ટકા હિસ્સો છે. જેમાં ભરતપુર જિલ્લો પ્રથમ નંબરે છે. એકલા સાયબર ફ્રોડનો કુલ હિસ્સો 18 ટકા છે. એ જ રીતે મથુરા બીજા સ્થાને છે અને દિલ્હીને અડીને આવેલ ગુરુગ્રામ છઠ્ઠા સ્થાને છે, જેનો હિસ્સો અનુક્રમે 12 ટકા અને 8.1 ટકા છે. રિપોર્ટ અનુસાર, કુલ સાયબર ગુનાઓમાં 77.41 ટકા સાથે ઓનલાઈન નાણાકીય છેતરપિંડી સૌથી વધુ છે. આ પછી, 12.02 ટકાના હિસ્સા સાથે ઓનલાઈન અને સોશિયલ મીડિયા સંબંધિત છેતરપિંડીનો સમાવેશ થાય છે. આ સિવાય પીસી-કમ્પ્યુટરને હેકિંગ અને ડેમેજ કરવાનું પણ સામેલ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Embed widget