Hu to Bolish | હું તો બોલીશ | આરોગ્ય મંત્રીશ્રી આનો તો ઈલાજ કરો
છોટાઉદેપુરના સંખેડાથી ભાજપ ધારાસભ્ય અભેસિંહ તડવી...જેમણે નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી...હોસ્પિટલમાં દવાથી લઈને ઈન્જેક્શનનો અભાવ જોવા મળ્યો...સીબીસી મશીન, સોનોગ્રાફીના મશીન જ દવાખાનામાં નથી....તો, બ્લડ ટેસ્ટ માટેનું મશીન પણ બે વર્ષથી બંધ હાલતમાં જોવા મળ્યું...6 મહિનાથી નવુ એક્સ રે મશીન ધૂળ ખાતી સ્થિતિમાં હતું જેની ધારાસભ્યએ જાતે સફાઈ કરી...એટલું જ નહીં, પ્રસૂતાઓને ફ્રીમાં ભોજનનો નિયમ છતાં પ્રસૂતાઓને હોસ્પિટલમાં જમવાનું ન મળતું હોવાના કારણે બહારથી જમવાનું મંગાવવું પડે છે...દવાના અભાવે દર્દીઓને ખાનગી મેડિકલમાંથી દવા ખરીદવી પડે છે....આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ માટે કોઈ સુવિધા જ ન હોવાનું ધ્યાને આવતા અભેસિંહ તડવી રોષે ભરાયા અને કલેક્ટરને આ અંગે જાણ કરી.....
જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત કરતા હૉસ્પિટલમાં ચાલતી પોલંપોલ ખુલી.....સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલના કેટલાક તબીબો અને કર્મચારીઓ ગેરહાજર નજરે પડ્યા...કર્મચારીઓ ગેરહાજર હોવા છતાં પણ હાજરી પત્રકમાં સહી કરેલી જોવા મળી....જેથી ધારાસભ્યે ભૂલો બાબતે સૂચના આપી..ભવિષ્યમાં ભૂલો ન થાય એની કાળજી રાખવા કહ્યું....
સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક હિંમતનગર....જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે અધ્યતન સિવિલ હૉસ્પિટલનું નિર્માણ કરાયું....કરોડોની મશીનરી વસાવાઈ....પણ દર્દીઓની હેરાનગતિ ઓછી ન થઈ....3 જૂનથી આ સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન બંધ સ્થિતિમાં છે.....6 મહિના પહેલા પણ આ મશીન બંધ પડ્યુ હતું.....જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવતા દર્દીઓને મજબૂરીમાં ખાનગી હોસ્પિટલમાં 5 હજાર રૂપિયાથી વધુની રકમ ચૂકવી રિપોર્ટ કરાવો પડે છે...કેટલીક વાર તો પૈસાના અભાવે દર્દીઓ સીટી સ્કેન કરાવાનું ટાળે છે....સિવિલ પ્રશાસનનું કહેવું છે કે, સીટી સ્કેન મશીન રીપેર કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે પણ કોઈ રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં નથી આવી....
પંચમહાલ જિલ્લાની ગોધરા સિવિલ હોસ્પિટલ....અહીં દાહોદ, મહીસાગર અને પંચમહાલ એમ ત્રણ જિલ્લાના દર્દીઓ સારવાર લે છે...આ હૉસ્પિટલમાં છેલ્લા 15 વર્ષથી 1 કરોડ 11 લાખના ખર્ચે ફાળવવામાં આવેલું સીટી સ્કેન મશીન ધૂળ ખાઈ રહ્યું છે....બીજી તરફ સોનોગ્રાફી મશીન છે...પરંતુ રેડિયોલોજીસ્ટ ન હોવાના કારણે સોનોગ્રાફી મશીન શોભાના ગાંઠિયા સમાન બન્યું છે....ગોધરા સિવિલ પ્રશાસનનું કહેવું છે કે, સીટી સ્કેન મશીન કન્ડમ હાલતમાં હોવાના કારણે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી...નવા સીટી સ્કેન મશીન માટેની દરખાસ્ત કરવામાં આવી છે....
એટલું જ નહીં અહીં છેલ્લા કેટલાક સમયથી હડકવા વિરોધી રસીનો અભાવ છે....જેના કારણે શ્વાન કરડવાથી ઈજાગ્રસ્ત દર્દીઓને રસી લેવા માટે છેક વડોદરા સુધી લંબાવવું પડે છે....દર મહિને અંદાજે 100થી વધુ શ્વાન કરડવાના કેસ ગોધરા સિવિલ હોસ્પિટલમાં આવે છે...પણ રસીના અભાવના કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે....