Ahmedabad:ક્રાઈમ બ્રાન્ચે 50 શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપ્યા, 200 શંકાસ્પદોની કરાઈ પૂછપરછ
અમદાવાદમાંથી શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા હતા. મળતી જાણકારી અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. ક્રાઈમબ્રાન્ચે 50 શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપ્યા હતા જ્યારે અન્ય 200 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહે છે. આ તમામ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર અમદાવાદમાં રહેતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. તમામની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારતમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી વધી છે. ઘણા રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની ધરપકડના દરરોજ રિપોર્ટ આવી રહ્યા છે. દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. અહીં ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદમાં ગેરકાયદે રહેતા 50 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે. ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદના ડીસીપી અજીત રાજિયાને આ માહિતી આપી હતી. ઇનપુટ અને ઇન્વેસ્ટીગેશનના આધારે ગેરકાયદે બાંગ્લાદેશીઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.