કોરોનાનો દર્દી જાહેરમાં તરફડીને મર્યો, દીકરીએ દોડીને પિવડાવ્યું પાણી પણ.......આક્રંદ જોઈને હચમચી જશો
કોરોનાકાળ દરમિયાન ઘણી એવી તસવીરો સામે આવી રહી છે જેનાથી હ્રદય ધ્રૂજી ઉઠે છે. ત્યારે આંધ્રપ્રદેશથી એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈ લોકોને વિચારવા પર મજબૂર કરી દીધા. ઘટના શ્રીકાકુલમની છે. જ્યાં એક કોરોના સંક્રમિત શખ્સ વિજયવાડાથી પોતાનામાં ગામ પરત ફરે છે. જેના કારણે ગામમાં તેને પ્રવેશવાની મંજૂરી આપી નહોતી. તે ગામની બહાર જ એક ઝૂપડીમાં રહેવા લાગ્યો હતો. ત્યારે ગત દિવસે તેના પરિવારના લોકો કોરોના સંક્રમિતને મળવા પહોંચે છે ત્યારે તે જમીન પર તડપ્યા કરે છે. અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તે જોઈ તેની દિકરી તેનો જીવ બચાવવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન યુવતીની માતા તેને સંક્રમિત પિતા પાસે જતા રોકી રહી છે. પરંતુ દિકરી માનતી નથી અને પિતાને પાણી પીવડાવવા લાગે છે. જો કે, પિતા તડપી તડપીને મૃત્ય પામે છે અને તેની પત્ની અને ગામના લોકો જોતા જ રહે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.