Kesar Mango: પોરબંદરમાં કેસર કેરીના બોક્સનું રેકોર્ડ બ્રેક ભાવથી વેચાણ, જાણો એક કિલોનો કેટલો બોલાયો ભાવ
Porbandar News: પોરબંદરમાં જાંબુવતી ગુફા નજીક આવેલા એક ફાર્મ હાઉસના આંબામાં ભર શિયાળે કેરી આવી છે.
![Kesar Mango: પોરબંદરમાં કેસર કેરીના બોક્સનું રેકોર્ડ બ્રેક ભાવથી વેચાણ, જાણો એક કિલોનો કેટલો બોલાયો ભાવ Porabandar News: Box of Kesar mango sold at record breaking price in Porbandar know the price quoted for 1 kg Kesar Mango: પોરબંદરમાં કેસર કેરીના બોક્સનું રેકોર્ડ બ્રેક ભાવથી વેચાણ, જાણો એક કિલોનો કેટલો બોલાયો ભાવ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/29/e9560f6b458efde90e4ebf7c5a79b463170125121575176_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Agriculture News: હાલ રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ખેતીપાક પર મોટી અસર થઈ છે. આ દરમિયાન પોરબંદરમાં કેસર કેરીનો બોક્સનું રેકોર્ડ બ્રેક ભાવથી વેચાણ થયું છે. પોરબંદરમાં જાંબુવતી ગુફા નજીક આવેલા એક ફાર્મ હાઉસના આંબામાં ભર શિયાળે કેરી આવી છે. આ કેરી પોરબંદરના માર્કેટીગ યાર્ડમા આવતા આજે એક બોકસ રૂ.15,510 મા વહેંચાયું હતું. એક કિલોનાં રૂ.1551ના ભાવે જાહેરમાં વેચાણ થયું હતું. જેથી ઇજોરો રાખનાર દેવીપૂજક વેપારી ખુશખુશાલ થઈ ગયો છે. ઉનાળાના મે મહિના થઈ લઈ જુલાઈ સુધી કેસર કેરીની સિઝન હોય છે ત્યારે આ કેસર કેરી શિયાળામાં અહીં વેચાવા આવતા એપી એમ સી માં આવેલ ખેડૂતો અને લોકો પણ કેરીને જોવા ઉમટી પડ્યા હતા.
પ્લાનિંગથી કરશો કેરીની ખેતી તો ઉત્પાદનમાં થશે વધારો, આ બાબત પર ખેડૂતો આપે ખાસ ધ્યાન
કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને સલાહ આપી રહ્યા છે કે જો ખેડૂતો કેરીના પાકનું ઉત્પાદન વધારવા માંગતા હોય તો હવામાન પરિવર્તનના આ યુગમાં કેરીની ખેતી કરતા પહેલા અમુક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો ખેડૂતો કેરીના વાવેતરના સમયથી જ યોગ્ય આયોજન કરે તો ભવિષ્યમાં થતા નુકસાનને ટાળી શકાય છે.
શું ધ્યાનમાં રાખશો
- બદલાતી ઋતુ પ્રમાણે બગીચામાં છંટકાવ અને સિંચાઈ કરી ખાતર આપવું જરૂરી છે. સમયાંતરે બાગાયતશાસ્ત્રીઓનો અભિપ્રાય લેવો જોઈએ. જેથી બગીચામાં થતા નુકસાનકારક ફેરફારોને અટકાવી શકાય. આંબા માટે હંમેશા સુધારેલી જાતો પસંદ કરો.
- કેરીની ખેતી માટે સૌથી મહત્વપૂર્ણ બાબત જમીન, આબોહવા અને વિવિધતા છે. વરસાદી પાણીનો નિકાલ થઈ શકે અને સારી ગુણવત્તાવાળી જમીન હોવી જરૂરી છે. કેસર, હાપુસ, લંગડો, બદામ, વનરાજ તેની ખેતી માટેની સુધારેલી જાતો છે.
કેવી જમીન છે કેરીના પાક માટે ઉત્તમ
કેરીની ખેતી માટે સૌથી યોગ્ય જમીન કાળી અને રેતાળ છે. જોકે હાલ તે અન્ય પ્રકારની જમીનમાં પણ ઉગાડવામાં આવે છે. વધુ વરસાદ પડે તો પાણીના નિકાલની પણ વ્યવસ્થા કરવી જોઈએ. રોગના કિસ્સામાં સ્પ્રે કરો. હવે ડ્રોન આવવાથી કેરીના પાક પર છંટકાવ કરવો ખૂબ જ સરળ બની ગયો છે. કેરીના પાકનો મોર આવવાના સમયે વરસાદ પડે ત્યારે નુકસાન થવાની સંભાવના વધુ રહે છે. વરસાદની સિઝન શરૂ થાય તે પહેલાં કેરીનું વાવેતર કરો. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા નિર્દિષ્ટ કરેલ અંતરે તેનું વાવેતર કરો. કોઈપણ રોગ દેખાય તો તરત બાગાયતશાસ્ત્રીની મદદથી ઉકેલ લાવો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)