આ સમય દરમિયાન પેટ્રોલ 32થી 34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 34થી 36 રૂપિયા પ્રતિ લીટરના દરે નિકાસ કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન ભારતમાં પેટ્રોલની કિંમત 69.97થી 75.55 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 59.70થી 67.38 રૂપિયા પ્રતિ લીટર હતી. આ હિસાબે જોતા ભારત પોતાના દેશમાં પેટ્રોલ અને ડીઝલ બે ગણા ભાવથી વેચી રહ્યું છે.
2/4
આરટીઆઈમાં મળેલી માહિતી પ્રમાણે ભારત 15 દેશોને પેટ્રોલ ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર અને 29 દેશોને ડીઝલ માત્ર 37 રૂપિયા પ્રતિ લીટર લેખે અમેરિકા, ઇંગ્લેન્ડ, ઈરાક, ઈઝરાયેલ, જોર્ડન, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, સિંગાપુર, દક્ષિણ આફ્રિકા, મોરેશિયસ, મલેશિયા, યુએઈ સહિત અન્ય દેશોને વેચે છે. સમાચાર પ્રમાણે આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલી આ માહિતી અઢી મહિના પછી કંપનીના મેંગ્લોર કાર્યાલયના વરિષ્ઠ સરકારી અધિકારીએ આપી હતી.
3/4
ઇન્ડિયા ટુડે વેસબાઇટ પર પ્રસિદ્ધ થયેલા સમાચાર પ્રમાણે આરટીઆઈ કાર્યકર્તા રોહિત સભ્રવાલે મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિંગ એન્ડ નેચરલ ગેસ એન્ડ ઓઇલ રિફાયનરી કંપની પાસેથી આરટીઆઈ દ્વારા જાણકારી માગી હતી કે, ભારત દુનિયાના કયા કયા દેશમાં પેટ્રોલ ડીઝલ આપે છે અને તેની શું કિંમત લેવામાં આવે છે.
4/4
નવી દિલ્હીઃ ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આરટીઆઈ અંતર્ગત એક ચોંકાવનારી જાણકારી સામે આવી છે. એક મીડિયા અહેવાલ અનુસાર, આરટીઆઈથી જાણવા મળ્યું છે કે, ભારત 15 દેશોને 34 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ અને 29 દેશોમાં 37 રૂપિયા પ્રતિ લીટર ડીઝલની નિકાસન કરે છે. આ જ પેટ્રોલ ડીઝલ સરકાર 125થી 150 ટકા ટેક્સ લગાવીને ભારતમાં વેચી રહી છે.