Pushpa 2 Hindi Box Office: 'પુષ્પા 2' એ 3 દિવસમાં કરી છપ્પરફાડ કમાણી,અલ્લુ અર્જુને રજનીકાંત-સલમાન ખાનની ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Pushpa 2 Hindi Box Office Collection: 'પુષ્પા 2: ધ રૂલ' બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી રહી છે. માત્ર 3 દિવસમાં અલ્લુ અર્જુનની ફિલ્મે વિશ્વભરમાં 550 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.
Pushpa 2 Hindi Box Office Collection: અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ હતી. લાંબી રાહ જોયા બાદ આ ફિલ્મ 5મી ડિસેમ્બરે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. 'પુષ્પા 2: ધ રૂલ'એ તેની રિલીઝના પહેલા દિવસે 164.25 કરોડ રૂપિયાની કમાણી કરીને કહેર વર્તાવી હતી. માત્ર ત્રણ દિવસમાં આ ફિલ્મ 400 કરોડના ક્લબમાં પ્રવેશવાની નજીક પહોંચી ગઈ છે.
View this post on Instagram
Sacknilk અનુસાર, 'પુષ્પા 2: ધ રૂલ' એ ત્રણ દિવસમાં ઘરેલુ બોક્સ ઓફિસ પર કુલ 383.7 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે, ફિલ્મે 'પુષ્પા 2: ધ રૂલ' પાંચ ભાષાઓમાં રિલીઝ થઈ છે - હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ. આ એક તેલુગુ ફિલ્મ છે પરંતુ તે હિન્દી ભાષામાં સૌથી વધુ કલેક્શન કરી રહી છે.
હિન્દીમાં સૌથી વધુ રૂ. 200.7 કરોડની કમાણી કરી
અલ્લુ અર્જુનની ફિલ્મે હિન્દીમાં સૌથી વધુ એટલે કે રૂ. 200.7 કરોડની કમાણી કરી છે. આ સાથે, 'પુષ્પા 2: ધ રૂલ' એ ઘણી ફિલ્મોના હિન્દી વર્ઝનના લાઈફટાઈમ કલેક્શનને માત આપી છે. 'પુષ્પા 2: ધ રૂલ' એ હિન્દી ભાષામાં 200.7 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને સલમાન ખાનની 'ટાઇગર ઝિંદા હૈ'ને પાછળ છોડી દીધી છે, જેનું હિન્દી નેટ કલેક્શન 198.78 કરોડ રૂપિયા છે. આ સિવાય અલ્લુ અર્જુનની ફિલ્મે અક્ષય કુમારની સૂર્યવંશી (195.55 કરોડ) અને રજનીકાંતની 2.O (190.48 કરોડ)ને પણ પછાડી દીધી છે.
ત્રણ દિવસમાં જ દુનિયાભરમાં 550 કરોડ રૂપિયાનો આંકડો પાર
સુકુમારે Mythri મૂવી મેકર્સના બેનર હેઠળ 'પુષ્પા 2: ધ રૂલ'નું નિર્દેશન કર્યું છે. રશ્મિકા મંદન્ના ફરી એકવાર અલ્લુ અર્જુન સાથે ફિલ્મમાં શ્રીવલ્લીની ભૂમિકામાં જોવા મળશે. વિલન અવતારમાં ફહદ ફાસિલ ખૂબ જ સારો રોલ ભજવ્યો છે. તેણે ભંવર સિંહ શેખાવતના રોલમાં દર્શકોના દિલ જીતી લીધા છે. 'પુષ્પા 2: ધ રૂલ'ના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો અલ્લુ અર્જુનની ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં જ દુનિયાભરમાં 550 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.
આ પણ વાંચો...