મિસ યૂનિવર્સ હરનાઝ સંધૂનો નવો અવતાર જોઇને ફેન્સ ચોંક્યા, તાજ જીત્યાના 3 મહિનામાં જ વધારી દીધુ આટલુ બધુ વજન
મિસ યુનિવર્સ 2021 બન્યાના થોડા જ મહિનામાં અભિનેત્રીએ ઘણું વજન વધાર્યું છે. ફિટ અને ગ્લેમરસ હરનાઝ હવે આ લુકમાં પણ સુંદર લાગી રહી છે.
Harnaaz Sandhu: ગયા વર્ષે મિસ યૂનિવર્સનો તાજ જીતીને દેશને ગૌરવ અપાવનારી હરનાઝ સંધૂ આજે દરેક યુવાઓના દિલ પર રાજ કરી રહી છે. 21 વર્ષ બાદ મિસ યૂનિવર્સનો ખિતાબ પાછો દેશમાં લાવી છે, અને આજે હરનાઝ સંધૂની દરેક જગ્યાએ ચર્ચાઓ થઇ રહી છે. આ માટે તેને જબરદસ્ત રીતે બૉડી ફિટનેસ અને ફિગર મેઇન્ટન કર્યુ હતુ, પરંતુ હવે તેનાથી ઉલ્ટો તેનો નવો અવતાર સામે આવ્યો છે. તાજેતરમાં જ હરનાઝ સંધૂની તસવીરો સામે આવી છે જેમાં તે વધુ વજન વાળી દેખાઇ રહી છે, સોશ્યલ મીડિયા પર હરનાઝ સંધૂને લોકો બૉડી ગેઇન કરવાને લઇને ટ્રૉલ પણ કરી રહ્યાં છે.
મિસ યુનિવર્સ 2021 બન્યાના થોડા જ મહિનામાં અભિનેત્રીએ ઘણું વજન વધાર્યું છે. ફિટ અને ગ્લેમરસ હરનાઝ હવે આ લુકમાં પણ સુંદર લાગી રહી છે. ચાહકોએ વિચારમાં પડી ગયા કે, થોડાક એટલે કે ત્રણ મહિનામાં શું થયું કે હરનાઝનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. હરનાઝ સંધુ પણ લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કરીને લોકોને ઇંપ્રેસ કરી દીધા હતા.પરંતુ તેના ટ્રાન્સફોર્મેશનને જોઈને દરેકને આશ્ચર્ય થઇ રહ્યો છે.
એક ઇન્ટરવ્યુહમાં હરનાજે કહ્યું હતુ કે,મિસ યુનિવર્સમાં ભાગ લેવાના 3 દિવસ પહેલા હરનાઝને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હરનાઝે કહ્યું હતુ કે, મિસ યુનિવર્સમાં ભાગ લેવાના 3 દિવસ પહેલા મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે સમયે મને મારા સેલિયાક રોગ વિશે ખબર પડી કે મને ગ્લુટેનથી એલર્જી છે. મને પહેલાં ખબર નહોતી. જેના કારણે વજન ઘણી વખત વધી જાય છે.
View this post on Instagram
હરનાઝ સંધુ ડિસેમ્બર 2021માં મિસ યુનિવર્સ બન્યા બાદ તેમની સુંદરતાની સાથે સાથે તેની ફિટનેસ અને ટોન બોડીની પણ ચાહકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી હતી. દરેક યુવતી હરનાઝ જેવી ફિટ બોડી મેળવવાનું સપનું જોતી હતી.
View this post on Instagram
--
આ પણ વાંચો........
રશિયા યૂક્રેનના કીવ-ચર્નિહીવમાંથી સેના ઓછી કરશે, જાણો શું છે યૂક્રેનનો નવો શાંતિ પ્રસ્તાવ
આ ડાયટ રૂટીન ક્યારેય ન અપનાવો થઇ શકે છે સ્વાસ્થ્યને ભારે નુકસાન, જાણો શું છે એક્સ્પર્ટનો મત