શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
AHMEDABAD : SVP હોસ્પિટલના ચોથા માળે લાગી આગ, દર્દીઓને બેડ સાથે નીચે ઉતારાયા
આ આગ ક્યાં કારણથી લાગી તેના વિષે કોઈ જાણકારી નથી, પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
AHMEDABAD : અમદાવાદની SVP હોસ્પિટલમાં આગ લાગ્યાના સમાચાર સામે આવ્યા છે. SVP હોસ્પિટલના ચોથા માળે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સમાચાર મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન આગમાં કોઈ જાનહાની કે નુકસાન ન થાય તે માટે હોસ્પિટલ સ્ટાફ દ્વારા વોર્ડના તમામ દર્દીઓને બેડ સાથે નીચે ઉતારવામાં આવ્યા હતા અને ત્યારબાદ અન્ય વોર્ડમાં લઇ જવાની તજવીજ હાથ ધરી હતી.
ચોથા માળે એર કંટ્રોલિંગ યુનિટમાં આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં ભેગા કરવામાં આવેલા કચરામાં સૌથી પહેલા આગ લાગી હતી. આ આગ ક્યાં કારણથી લાગી તેના વિષે કોઈ જાણકારી નથી, પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion