શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતમાં ક્યા કેંદ્રીય ઉચ્ચ અધિકારીનું કોરોનાના કારણે થયું નિધન ? જાણો વિગત
રાજ્યમાં હાલ 14,277 એક્ટિવ કેસ છે, જ્યારે 1,42,799 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
![ગુજરાતમાં ક્યા કેંદ્રીય ઉચ્ચ અધિકારીનું કોરોનાના કારણે થયું નિધન ? જાણો વિગત Gujarat Income Tax Chief Commissioner TDS Devashish Roy Chaudhary dies of covid19 ગુજરાતમાં ક્યા કેંદ્રીય ઉચ્ચ અધિકારીનું કોરોનાના કારણે થયું નિધન ? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/20232107/Covid19.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ : ગુજરાત ઇન્કમટેક્સના ચીફ કમિશનર(ટીડીએસ) દેવાશિષ રોય ચૌધરીનું કોરોના વાયરસના કારણે નિધન થયું છે. પ્રિન્સિપાલ ચીફ કમિશનર ઓફ ઇન્કમટેકસ અમિત જૈને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ઓક્ટોબરની શરૂઆતમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે. સોમવારે રાજ્યમાં 996 કોરોના કેસ નોંધાયા હતા.રાજ્યમાં હાલ 14,277 એક્ટિવ કેસ છે, જ્યારે 1,42,799 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 71 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,206 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,60,722 પર પહોંચી છે.
રાજ્યમાં સોમવારે કુલ 1147 દર્દી સાજા થયા હતા અને 52,192 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 54,26,621 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.85 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)