(Source: Poll of Polls)
Maharaj Film Controversy: મહારાજ ફિલ્મ પરનો મનાઈ હુકમ કોર્ટે રદ્દ કર્યો, જાણો શું કહ્યું
Maharaj Film News Updates: ફિલ્મને લઈ બ્રાહ્મણ સમુદાય અને વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.
Maharaj Film Controversy News: બોલીવુડના જાણીતા કલાકાર આમિર ખાનનો દિકરો જુનેદ ખાન (Aamir Khan's son Junaid Khan) પણ ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. જોકે જુનૈદ ખાનની ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ખૂબ જ ખરાબ રીતે વિવાદોમાં આવી ગઈ છે. આ વિવાદ એટલો વકર્યો છે કે મામલો કોર્ટ સુધી પહોંચી ગયો હતો. જોકે હવે મહારાજ ફિલ્મને (Maharaj Film) લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ પરનો મનાઈ હુકમ કોર્ટે રદ્દ કર્યો છે, જેથી ફિલ્મ રિલીઝ (film release) થઈ શકશે. ફિલ્મમાં ધાર્મિક લાગણી દુભાય એવી બાબત નહીં હોવાનો કોર્ટનો પ્રથમદર્શી મત છે. હાઇકોર્ટે (high court) અવલોકન કરતાં નોંધ્યું અભિવ્યક્તિના બંધારણીય અધિકાર પર યોગ્ય કાયદાકીય અંકુશ વિનાની રોક હોઈ શકે નહીં.
શું છે વિવાદ
બ્રાહ્મણ સમુદાય અને વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે તેમાં સનાતન ધર્મ અને હિંદુ દેવી-દેવતાઓ વિરૂદ્ધ ઝેર ઓંકવામાં આવ્યું છે. ફિલ્મ નિર્માતાઓને ચેતાવણી આપવામાં આવી છે કે જો ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં નહી આવે તો દેશભરમાં હિંસક આંદોલન કરવામાં આવશે. વિરોધ કરી રહેલા લોકોના અનુસાર ફિલ્મમાં સનાતન ધર્મ, શ્રીવલ્લાભાચાર્યજી અને ભગવાન શ્રીકૃષ્ણ વિરૂદ્ધ ઘણા સીન બતાવવામાં આવ્યા છે.
'મહારાજ' ફિલ્મ 1862 કેસ પર આધારિત
જુનૈદ ખાન અને જયદીપ અહલાવત અભિનિત ફિલ્મ મહારાજ 1862 ના મહારાજ માનહાનિ કેસની સત્ય ઘટનાથી પ્રેરિત છે. જેને ભારતની સૌથી મહત્વપૂર્ણ કાયદાકીય લડાઇઓમાંથી એક ગણવામાં આવે છે. જુનૈદ ખાન પત્રકાર અને સમાજ સુધારક કરસનદાસ મૂળજીની ભૂમિકા ભજવી રહ્યા છે. અહલાવત વલ્લભાચર્ય સંપ્રદાયના પ્રમુખોમાંથી એક જદુનાથજી બૃજરતનજી મહારાજની ભૂમિકા ભજવશે. આ કેસ ધાર્મિક નેતા બૃજરતનજી મહારાજના કથિત જાતીય દુરાચારને ઉજાગર કરવા માટે વાસ્તવિક જીવનના પત્રકાર કરસનદાસ મૂળજી વચ્ચે લડાઇ લડવામાં આવી હતી. 'મહારાજ લિબેલ કેસ'- ના નામે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચોઃ
Surat: 10 વર્ષની બાળકીનું અચાનક બેભાન થયા બાદ મોત, એકની એક દીકરીના મોતથી પરિવારમાં શોકનો માહોલ