PIB Fact check: ATM માંથી ચારથી વધારે વખત પૈસા ઉપાડશો તો 173 રૂપિયા કપાશે..? જાણો શું છે નિયમ
જો તમે પણ ATM કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. હાલમાં જ વાયરલ થઈ રહેલી એક પોસ્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે હવે જો તમે એક મહિનામાં 4 થી વધુ વખત ATMમાંથી પૈસા ઉપાડો છો.
PIB Fact check: ઘણીવાર આપણે સોશિયલ મીડિયા પર ઘણા બધા ફેક ન્યૂઝ જોતા હોઈએ છીએ પરંતુ વાસ્તવમાં એ જાણવું મુશ્કેલ હોય છે કે કયા સાચા સમાચાર છે અને કયા ફેક ન્યૂઝ. ઘણા લોકોને ફેક ન્યૂઝ દ્વારા મૂર્ખ બનાવવામાં આવે છે. અને તેઓ તેને વારંવાર શેર કરતા રહે છે. જેના કારણે અન્યોને પણ હાલાકી ભોગવવી પડે છે. આવા જ એક સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આવો જોઈએ કે આ સમાચાર સાચા છે કે નહીં.
આજકાલ એટીએમમાંથી પૈસા ઉપાડવા ને લઈને ઘણા પ્રકારના નિયમો સામે આવી રહ્યા છે. જો તમે પણ ATM કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. હાલમાં જ વાયરલ થઈ રહેલી એક પોસ્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે હવે જો તમે એક મહિનામાં 4 થી વધુ વખત ATMમાંથી પૈસા ઉપાડો છો તો તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.
5 વખત પૈસા ઉપાડી શકો છો
તમને જણાવી દઈએ કે PIB એ 4 થી વધુ વખત ATMમાંથી પૈસા ઉપાડવાના સમાચારની ફેક્ટ-ચેક કરી છે, જેમાં સત્ય જાણવા મળ્યું છે. રિઝર્વ બેંકની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર બેંક દર મહિને પાંચ એટીએમ ટ્રાન્ઝેક્શન ફ્રીમાં કરી શકે છે.
પીઆઈબીએ ટ્વીટ કર્યું
PIB ફેક્ટ ચેકે પોતાના ઓફિશિયલ ટ્વીટમાં એક પોસ્ટ મૂકી છે, જેમાં લખ્યું છે કે જો તમે ATMમાંથી 4 થી વધુ વખત પૈસા ઉપાડો છો, તો તમારે ટેક્સ તરીકે 150 રૂપિયા અને સર્વિસ ચાર્જ તરીકે 23 રૂપિયા ચૂકવવા પડશે. જોકે આ સમાચાર ફેક છે. એટીએમમાંથી 4 નહીં પણ 5 વખત ફ્રીમાં ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.
दावा: ATM से 4 से अधिक बार पैसे निकालने पर ₹173 काटे जाएंगे। #PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) October 6, 2022
▶️यह दावा फर्जी है।
▶️अपने बैंक के ATM से हर माह 5 मुफ्त ट्रैन्ज़ैक्शन किए जा सकते हैं।
▶️इसके बाद अधिकतम ₹21/ट्रांजैक्शन या कोई टैक्स होने पर वह अलग से देना होगा।
🔗https://t.co/nkl0LBZOHN pic.twitter.com/XhwH8trGYf
કેટલા વ્યવહારો મફત છે
જો ગ્રાહક બીજી બેંકના એટીએમનો ઉપયોગ કરે છે તો મેટ્રો શહેરોમાં એક મહિનામાં ત્રણ નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો મફત છે. નોન-મેટ્રો શહેરો માટે પાંચ વ્યવહારો મફત છે. ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ 20 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે. જોકે, 1 જાન્યુઆરી, 2022થી વધુમાં વધુ 21 રૂપિયા વસૂલવામાં આવશે.
PIB ફેક્ટ ચેક શું છે?
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.