શોધખોળ કરો

Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, એક નવેમ્બરથી થશે આ છ મોટા ફેરફાર

એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે, ત્યારે ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે

ઓક્ટોબર મહિનો પૂરો થવાનો છે અને નવેમ્બર શરૂ થવાનો છે. દર મહિનાની જેમ નવેમ્બર મહિનો પણ ઘણા મોટા ફેરફારો લઈને આવી રહ્યો છે (Rule Change From 1st November) આ ફેરફારો પહેલી તારીખથી અમલમાં આવશે અને તમામને અસર કરશે. એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે, ત્યારે ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે.

પ્રથમ ફેરફાર- LPG સિલિન્ડરની કિંમત

દર મહિનાની પહેલી તારીખે પેટ્રોલિયમ કંપનીઓ ગેસ સિલિન્ડર (LPG Cylinder Price) ના ભાવમાં ફેરફાર કરે છે અને નવા દર જાહેર કરે છે. આ વખતે પણ તેની કિંમતોમાં સુધારો 1, નવેમ્બરે જોવા મળી શકે છે. લાંબા સમયથી સ્થિર રહેલા 14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં આ વખતે લોકોને ઘટાડો થવાની આશા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતની વાત કરીએ તો જૂલાઈ મહિનામાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો હતો, પરંતુ તે પછી સતત ત્રણ મહિનાથી તેમાં વધારો થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન એક સિલિન્ડરની કિંમતમાં 94 રૂપિયાનો વધારો થયો છે. 1 ઓક્ટોબરે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 48.50 રૂપિયા મોંઘું થયું હતું.

બીજો ફેરફાર- ATF અને CNG-PNG ના દરો

એક તરફ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પ્રથમ તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે. તેની સાથે સીએનજી-પીએનજી સિવાય એર ટર્બાઇન ઇંધણ (એટીએફ) ના ભાવમાં પણ સુધારો કરવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનામાં હવાઈ ઈંધણના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ વખતે પણ ભાવ ઘટાડવાની તહેવારની ભેટ મળી શકે છે. સિવાય CNG અને PNGની કિંમતોમાં પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે.

ત્રીજો ફેરફાર- SBI ક્રેડિટ કાર્ડનો નિયમ

હવે વાત કરીએ 1 નવેમ્બરથી દેશમાં લાગુ થનારા ત્રીજા ફેરફારની જે દેશની સૌથી મોટી સરકારી બેન્ક સાથે સંબંધિત છે. વાસ્તવમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની પેટાકંપની SBI કાર્ડ 1 નવેમ્બરથી મોટા ફેરફારો લાગુ કરવા જઈ રહી છે, જે તેના ક્રેડિટ કાર્ડ દ્વારા યુટિલિટી બિલ પેમેન્ટ્સ અને ફાઇનાન્સ ચાર્જિસ સાથે સંબંધિત છે. જો આપણે ક્રેડિટ કાર્ડના નિયમમાં ફેરફાર વિશે વિગતવાર સમજીએ તો, 1લી નવેમ્બરથી તમારે અન-સિક્યોર્ડ SBI ક્રેડિટ કાર્ડ્સ પર દર મહિને 3.75 રૂપિયાનો ફાઇનાન્સ ચાર્જ ચૂકવવો પડશે. આ સિવાય વીજળી, પાણી, LPG ગેસ અને અન્ય યુટિલિટી સર્વિસિસમાં 50,000 રૂપિયાથી વધુની ચુકવણી પર 1 ટકા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.

ચોથો ફેરફાર- મ્યુચ્યુઅલ ફંડના નિયમો

માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) એ મ્યુચ્યુઅલ ફંડમાં ઇનસાઇડર ટ્રેડિંગના નિયમોને કડક બનાવવાની તૈયારી કરી છે અને તે પહેલી નવેમ્બરથી અમલમાં આવશે. વાસ્તવમાં મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund Rule)  એકમો માટે લાગુ થવા જઈ રહેલા નવા આંતરિક નિયમો અનુસાર, હવે નોમિની અને તેમના નજીકના સંબંધીઓ દ્વારા એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMCs) ના ફંડમાં કરવામાં આવેલા 15 લાખ રૂપિયાથી વધુના રોકાણને મંજૂરી આપવામાં આવશે નહીં. ટ્રાન્ઝેક્શન વિશેની માહિતી અનુપાલન અધિકારીને આપવાની રહેશે.

પાંચમો ફેરફાર- ટ્રાઈના નવા નિયમો

1 નવેમ્બરથી થઈ રહેલા મોટા ફેરફારોની યાદીમાં પાંચમો ફેરફાર ટેલિકોમ સેક્ટર સાથે સંબંધિત છે અને આ નવા નિયમો પહેલી તારીખથી લાગુ થઈ શકે છે. વાસ્તવમાં સરકારે JIO, Airtel સહિત તમામ ટેલિકોમ કંપનીઓને મેસેજ ટ્રેસિબિલિટી લાગુ કરવા માટે નિર્દેશ આપ્યો છે. આ અંતર્ગત ટેલિકોમ કંપનીઓને સ્પામ નંબર બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં કંપનીઓ તેમના સિમ યુઝર્સ સુધી મેસેજ પહોંચે તે પહેલા જ મેસેજને સ્પામ લિસ્ટમાં મૂકીને નંબરને બ્લોક કરી શકે છે.

છઠ્ઠો ફેરફાર- 13 દિવસ સુધી બેન્કોમાં કામ નહીં

નવેમ્બરમાં તહેવારો અને જાહેર રજાઓ તેમજ વિધાનસભાની ચૂંટણીના કારણે બેન્કો અનેક દિવસો સુધી બંધ રહેશે. નવેમ્બરમાં કુલ 13 દિવસની બેન્ક રજાઓ રહેશે. આ બેન્ક રજાઓ દરમિયાન તમે બેન્કોની ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરીને તમારું બેંકિંગ સંબંધિત કામ પૂર્ણ કરી શકો છો.

Diwali 2024: અત્યારે સોનામાં રોકાણ કરાય કે નહીં? 100000 રૂપિયા સુધી ભાવ જશે!

ટોપ સ્ટોરી

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
8th Pay: લેવલ 10 કર્મચારીઓને 10 વર્ષમાં મળશે 34 લાખ એક્સ્ટ્રા!
8th Pay: લેવલ 10 કર્મચારીઓને 10 વર્ષમાં મળશે 34 લાખ એક્સ્ટ્રા!
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ

Embed widget