શોધખોળ કરો

Vehicle Scrappage Policy: સરકારનો મોટો નિર્ણય, 15 વર્ષ જૂના તમામ સરકારી વાહનો ભંગારમાં જશે, નહીં થાય હરાજી

નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે દેશમાં પ્રદૂષણ ઘટાડવા અને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે નીતિ આયોગ અને માર્ગ પરિવહન મંત્રાલયની સલાહ પર આ નિર્ણય લઈ રહ્યા છીએ.

Vehicle Scrappage Policy: કેન્દ્રની મોદી સરકારે 15 વર્ષથી વધુ જૂના વાહનો માટે મોટો નિર્ણય લીધો છે. હવે 15 વર્ષથી જૂના સરકારી વાહનોનો ઉપયોગ કરી શકાશે નહીં. નાણા મંત્રાલય હેઠળના ખર્ચ વિભાગે નિર્ણય લીધો છે કે દેશમાં પ્રદૂષણ ઘટાડવા અને મુસાફરોની સુરક્ષા અને ઇંધણ કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નાણા મંત્રાલયે તમામ વિભાગોને આદેશ આપ્યો છે કે જે વાહનો 15 વર્ષથી વધુ જૂના છે અને હવે 'સર્વિસિંગ' માટે યોગ્ય નથી, આવા તમામ વાહનોને ભંગારમાં ફેરવી દેવા જોઈએ.

વર્તમાન નિયમોમાં કરવામાં આવેલ ફેરફારો

નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે દેશમાં પ્રદૂષણ ઘટાડવા અને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે નીતિ આયોગ અને માર્ગ પરિવહન મંત્રાલયની સલાહ પર આ નિર્ણય લઈ રહ્યા છીએ. માર્ગ પરિવહન મંત્રાલયે કહ્યું હતું કે સરકારે 15 વર્ષથી જૂના વાહનોને જંકમાં ફેરવવા પર વિચાર કરવો જોઈએ.

સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવેલ માહિતી

તમને જણાવી દઈએ કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય (પરિવહન વિભાગ) એ જૂના વાહનોના રજીસ્ટ્રેશનના નવીકરણના મામલે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. આ ડ્રાફ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે 1 એપ્રિલ, 2022 પછી 15 વર્ષ જૂના કોઈપણ વાહનોને રિન્યુ ન કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. આમાં તમામ પ્રકારના સરકારી વાહનો જેવા કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર શાસિત પ્રદેશો, PSU અને મ્યુનિસિપલ બોર્ડ વગેરેના વાહનોનો સમાવેશ થાય છે. આ બાબતે માહિતી આપતાં, રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા આ આદેશની માહિતી પહેલાથી જ આપી દીધી હતી.

લોકો જૂની કાર ચલાવી શકશે નહીં

તમને જણાવી દઈએ કે દેશમાં પ્રદૂષણના સ્તરને ઘટાડવા અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે નાણાકીય વર્ષ 2021-22ના બજેટમાં 'સ્વૈચ્છિક વાહન સ્ક્રેપિંગ પોલિસી' લાવવાની જાહેરાત કરી હતી. તેના દ્વારા સરકારે એવી યોજના બનાવી હતી કે હવે કોઈપણ સરકારી વિભાગ 15 વર્ષથી જૂના વાહનનો ઉપયોગ નહીં કરે. બીજી તરફ, સામાન્ય લોકો તેમના 20 વર્ષથી વધુ જૂના વ્યક્તિગત અને વ્યવસાયિક વાહનોનો ઉપયોગ કરી શકશે નહીં.

આ સાથે વાહનના ઉપયોગના 15 વર્ષ પછી ઓટોમેટિક ફિટનેસ ટેસ્ટ કરાવવો જરૂરી રહેશે. તેના પરથી જાણી શકાશે કે વાહનની સ્થિતિ કેવી છે. આ સાથે જો આ ટેસ્ટમાં વાહન ફેલ થાય તો વાહન માલિકને ભારે દંડ ફટકારવાની પણ જોગવાઈ છે. આ સાથે વાહન જપ્ત કરવાનો નિર્ણય પણ લઈ શકાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget