Gandhinagar: રાજ્યમાં લોકસભામા ચૂંટણી પહેલા IAS ઓફીસરોની બદલી, પંકજ જોશી બન્યા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ
ગાંધીનગર: રાજ્યમાં લોકસભા ચૂંટણી પહેલા ફરીવાર આઈએએસ ઓફીસરોની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક અધિકારીઓને વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો છે. જેમાં પંકજ જોશી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ બન્યા છે.
ગાંધીનગર: રાજ્યમાં લોકસભા ચૂંટણી પહેલા ફરીવાર આઈએએસ ઓફીસરોની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક અધિકારીઓને વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો છે. જેમાં પંકજ જોશી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ બન્યા છે.
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો વધારાનો ચાર્જ પંકજ જોશીને સોપાયો છે. તો બીજી તરફ કમલ દયાણીને GSFC ના એમડીનો વધારાનો ચાર્જ સોપાયો છે. આ ઉપરાંત કે. કે. નિરાલાને નાણા સચિવનો વધારાનો ચાર્જ સોપાયો છે.
રાજ્યના 11 IAS અધિકારીની બદલી
- રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે કર્યા બદલીના આદેશ
- સંદિપ કુમારની ખેતીવાડી અને સહકાર વિભાગના સચિવ તરીકે નિમણૂંક
- ધવલ પટેલ, ઉદિત અગ્રવાલ અને એસ.એસ. ગુલાટીને અપાયા પ્રમોશન
- એસ.છાંકછુવાંકની પ્રવાસન વિભાગના મેનેજિંગ ડિરેકટર તરીકે બદલી
- આર.કે.સિંઘની બઢતી સાથે ICDSના કમિશનર તરીકે નિયુક્તિ
- હિતેશ કોયાની બઢતી સાથે વિકાસ કમિશનર તરીકે નિમણૂંક
- એ.એમ. શર્માની GSRTCના મેનેજિંગ ડિરેકટર બનાવાયા
- ડો. એન.કે.મીણાની મતસ્ય ઉદ્યોગ નિયામક તરીકે નિયુક્તિ
- ડી.પી. દેસાઈને પ્રમોશન આપી AUDAમાં CEO પદે યથાવત
- સુરભી ગૌતમને GIDC વિભાગના જોઈન્ટ મેનેજિંગ ડિરેકટર તરીકે નિયુક્તિ
મુકેશ પુરીને નિવૃતિના બીજા જ દિવસે કરાર આધારીત નિમણૂંક
તો બીજી તરફ IAS અધિકારી મુકેશ પુરીને નિવૃતિના બીજા જ દિવસે કરાર આધારીત નિમણૂંક આપવામાં આવી છે. નિવૃતિના બીજા દિવસે મુકેશ પુરીને સરદાર સરોવર નર્મદા નિગમના MD તરીકે નિમણૂંક આપવામાં આવી છે. રિટાર્યર્ડ IAS અધિકારીને નર્મદા જળસંપતિ વિભાગમાં કરાર આધારીત નિમણૂંક અપાઈ. 2 વર્ષ અથવા નવા ઓર્ડર સુધી કરાર આધારીત નિમણૂંક અપાઈ છે.
આ પહેલા 50 અધિકારીઓની બદલી કરવામાં આવી હતી
જ્યના 50 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મોટાભાગના DDO અને કલેકટરનો બદલીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બદલી કરાઈ છે. લોકસભાની આગામી ચૂંટણી સંદર્ભે બદલી કરાઈ છે.
- અમદાવાદના DDO એમ.કે.દવેને ગાંધીનગર કલેક્ટર બનાવાયા
- મોરબીના કલેક્ટર જીટી પંડ્યાને દ્વારકાના કલેક્ટર તરીકે બદલી
- જામનગર કલેક્ટર બીએ શાહની વડોદરા કલેક્ટર તરીકે બદલી
- નવસારી કલેક્ટર અમિત પ્રકાશ યાદવની ખેડા કલેક્ટર તરીકે બદલી
- સૌરભ પારધીને બનાવાયા સુરત કલેક્ટર
- રાજકોટ કોર્પોરેશનના ડે.કમિશ્નરની છોટાઉદેપુર કલેક્ટર તરીકે બદલી
- ગૃહ વિભાગના સેક્રેટરીની દાહોદ કલેક્ટર તરીકે બદલી
- કિરણ ઝવેરીની મોરબી કલેક્ટર તરીકે બદલી
- AMC ડે.કમિશ્નર નેહાકુમારીની મહીસાગર કલેક્ટર તરીકે બદલી
- મોરબીના ડીડીઓની ગીર સોમનાથના કલેક્ટર તરીકે બદલી
- નવસારીના કલેક્ટરની ખેડા કલેક્ટર તરીકે બદલી
- ટુરીઝમના એમડી આયુષ સંજીવને સુરતના કલેક્ટર બનાવાયા
- રાજકોટના ડેપ્યુટી કમિશ્નરને છોટાઉદેપુરના કલેક્ટર બનાવાયા
- વડોદરાના કલેક્ટર એબી ગોરની પણ બદલી
- જામનગરના કલેક્ટરને વડોદરા કલેક્ટર તરીકે બદલી
- કિરણ ઝવેરીને મોરબીના કલેક્ટર બનાવાયા
- AMCના ડેપ્યુટી કમિશ્નરને મહીસાગરના કલેક્ટર બનાવાયા
- મોરબીના ડીડીઓને ગીર સોમનાથના કલેક્ટર બનાવાયા
- વલસાડના કલેક્ટરની નવસારી કલેક્ટર તરીકે બદલી
- બનાસકાંઠા ડીડીઓની રાજકોટ ડેપ્યુટી કમિશ્નર તરીકે બદલી
- અમદાવાદ ડીડીઓની ગાંધીનગર કલેક્ટર તરીકે બદલી
- વડોદરા કલેક્ટર એબી ગોરને CMOમાં OSD તરીકે બદલી
- અમરેલીના ડીડીઓની શિક્ષણ વિભાગના ડાયરેક્ટર તરીકે બદલી
- જૂનાગઢના કોર્પોરેશન કમિશ્નરને સુરેંદ્રનગરના ડીડીઓ બનાવાયા