દીવમાં બરફ ભરેલા ટ્રકે મારી પલટી, આખા રોડ પર પથરાયો બરફ, જુઓ વિડીયો
Diu News : ટ્રક પલટી મારી જતા ટ્રકમાં ભરેલો બરફ આખા રોડ પર પથરાઈ ગયો હતો અને રોડ બ્લોક થઇ જતા વાહનવ્યવહાર બંધ થઇ ગયો હતો.
Diu : દીવમાં બરફ ભરેલા ટ્રકે પલ્ટી મારતા આખા રોડ પર બરફ પથરાઈ ગયો હતો. દીવના નાગવા રોડ પર આવેલી દીવ કોર્ટ નજીક બરફ ભરેલો ટ્રક પલ્ટી મારી ગયો હતો. ટ્રક પલટી મારી જતા ટ્રકમાં ભરેલો બરફ આખા રોડ પર પથરાઈ ગયો હતો અને રોડ બ્લોક થઇ જતા વાહનવ્યવહાર બંધ થઇ ગયો હતો. જો કે બાદમાં ટ્રકને હટાવી વાહનવ્યવહાર રાબેતા મુજબ કરાયો હતો. ટ્રક પલટી જવાના દ્રશ્યો નજીકના પેટ્રોલ પમ્પપરના સીસીટીવીમાં કેદ થયા હતા, જુઓ આ વિડીયો -
દીવમાં બરફ ભરેલા ટ્રકે મારી પલટી pic.twitter.com/6mJOnTvwIS
— ABP Asmita (@abpasmitatv) May 9, 2022
10 વર્ષ બાદ દીવ નગરપાલિકા પર ભાજપનો કબ્જો
છેલ્લાં એક દાયકાથી દીવ મ્યુનિસિપલ કાઉન્સિલ પર કોંગ્રેસનો કબ્જો હતો. પણ 7 મે ના રોજ કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાતા હવે દીવ મ્યુનિસિપલ કાઉન્સિલ (દીવ નગરપાલિકા) પર ભાજપનું શાસન આવ્યું છે. કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાતા દીવ મ્યુનિસિપલ કાઉન્સિલ પર કોંગ્રેસના શાસનનો અંત આવ્યો છે. દીવ મ્યુનિસિપલ કાઉન્સિલમાં કુલ 13 બેઠકો છે, જેમાં 10 કોંગ્રેસ પાસે હતી અને 3 ભાજપ પાસે હતી. આજે કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાતા હવે કોંગ્રેસ પાસે માત્ર 3 બેઠકો બચી છે, જયારે ભાજપની બેઠક વધીને 10 થઇ છે.
ઉલ્લેખનીય છે કે દીવ મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખને લાંબા સમયથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. તેમના પર આવક કરતાં વધુ સંપત્તિનો કેસ હોવાના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત તેમણે દીવની પ્રખ્યાત કોહિનૂર હોટલનો કેટલોક ભાગ સરકારી જમીન પર વધાર્યો હતો.હવે કોંગ્રેસના 7 સભ્યોના જૂથે પક્ષપલટો કરતા દીવમાં કોંગ્રેસ તૂટી છે અને ભારતીય જનતા પાર્ટી મજબૂત થઇ છે.