શોધખોળ કરો

Gujarat: ગુજરાતમાં BJP 26 માંથી 26 બેઠકો પર હવે નહિ જીતે, ઈસુદાને બીજો શું કર્યો મોટો દાવો, જાણો 

લોકસભા ચૂંટણી 2024ને લઈ તમામ પક્ષો તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.  ગુજરાતમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં ગઠબંધન  કરશે.

ગાંધીનગર: લોકસભા ચૂંટણી 2024ને લઈ તમામ પક્ષો તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.  ગુજરાતમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં ગઠબંધન  કરશે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં કૉંગ્રેસ સાથે મળી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.  2 મહીના સુધી બેઠકો થશે ત્યારબાદ ચર્ચા કરવામાં આવશે. દેશમાં હાલ વિપક્ષી દળોનું ઈન્ડીયા ગઠબંધન બનાવવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ સંબોધતા મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું ભાજપ હવે લોકસભા ચૂંટણીમાં 26માંથી 26 બેઠકો નહી જીતી શકે.  

Gujarat: ગુજરાતમાં BJP 26 માંથી 26 બેઠકો પર હવે નહિ જીતે, ઈસુદાને બીજો શું કર્યો મોટો દાવો, જાણો 

આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ બેઠકોની વહેંચણી કરી લોકસભા ચૂંટણી 2024 લડશે.  ઈન્ડિયા ગઠબંધન માં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોડાયેલા હોવાથી લોકસભાની ચૂંટણી સાથે લડશે. ગુજરાતમાં જ્યાં-જ્યાં આમ આદમી પાર્ટી મજબૂત છે તેવા વિસ્તારોની બેઠક બાબતે વિચારણા કરાશે. ત્યારબાદ  ટિકીટોની વહેંચણી અંગે નિર્ણય લેવામાં આવશે.

ઇસુદાન ગઢવીએ દાવો કર્યો છે કે.........

ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ દાવો કર્યો છે કે ગુજરાતમાં 26 માંથી 26 બેઠકો પર ભાજપ હવે નહિ જીતી શકે.   અત્યારે પ્રાથમિક તબક્કાની પ્રોસેસ ચાલી રહી છે.   ઈન્ડિયાના ગઠબંધનમાં ગુજરાતમાં ચૂંટણી લડાશે. જ્યાં આમ આદમી પાર્ટી મજબૂત છે તેવા વિસ્તારો ની બેઠક બાબતે વિચારણા બાદ ટિકીટની વહેંચણી અંગે નિર્ણય લેવામાં આવશે.  

ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ

ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. જેમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ રેકોર્ડબ્રેડ જીત મેળવી 156 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે કૉંગ્રેસના ખાતામાં માત્ર 17 બેઠકો આવી હતી. આ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ જોરદાર મહેનત કરી હતી. આમ આદમી પાર્ટી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં વધારે બેઠકો જીતશે તેવુ જાણકારોનું માનવું હતું પરંતુ આમ આદમી પાર્ટીને માત્ર 5 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.  

વિધાનસભા ચૂંટણી 2022 વોટ શેર 

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં વોટ શેરની વાત કરી તો ભારતીય જનતા પાર્ટીને  52.50 ટકા, કૉંગ્રેસને 27.28 ટકા અને આમ આદમી પાર્ટીને 12.92 ટકા મત મળ્યા હતા. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કૉંગ્રેસને 86,83,966 મતો મળ્યા હતા. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial                  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: 13 મેએ ચોથા તબક્કામાં આ દિગ્ગજોની શાખ દાવ પર, રાજ્યોની 96 બેઠક માટે થશે મતદાન
Lok Sabha Elections 2024: 13 મેએ ચોથા તબક્કામાં આ દિગ્ગજોની શાખ દાવ પર, રાજ્યોની 96 બેઠક માટે થશે મતદાન
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Watch: બુમરાહનો બહાર જતો હતો બોલ, બાદમાં થયો સ્વિંગ, સુનીલ નારાયણ ક્લિન બોલ્ડ, જુઓ વીડિયો
Watch: બુમરાહનો બહાર જતો હતો બોલ, બાદમાં થયો સ્વિંગ, સુનીલ નારાયણ ક્લિન બોલ્ડ, જુઓ વીડિયો
POK Protest: પીઓકેમાં યુદ્ધ જેવી સ્થિતિ, પાકિસ્તાન સામે સડકો પર ઉતરી કાશ્મીરની જનતા, જુઓ વીડિયો
POK Protest: પીઓકેમાં યુદ્ધ જેવી સ્થિતિ, પાકિસ્તાન સામે સડકો પર ઉતરી કાશ્મીરની જનતા, જુઓ વીડિયો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : સોસાયટીના પ્રમુખ-મંત્રીથી સાવધાન । abp AsmitaHun To Bolish : સહકારના બહાને સંગ્રામ । abp AsmitaVadodara News । વડોદરાના આજવાના નિમેટા રોડ પર સર્જાયો અકસ્માતBhavnagar News । ભાવનગરમાં અસામાજિક તત્વોનો આંતક યથાવત, વડવા વોશિંગ ઘાટમાં બે શખ્સોએ કરી તોડફોડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: 13 મેએ ચોથા તબક્કામાં આ દિગ્ગજોની શાખ દાવ પર, રાજ્યોની 96 બેઠક માટે થશે મતદાન
Lok Sabha Elections 2024: 13 મેએ ચોથા તબક્કામાં આ દિગ્ગજોની શાખ દાવ પર, રાજ્યોની 96 બેઠક માટે થશે મતદાન
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Watch: બુમરાહનો બહાર જતો હતો બોલ, બાદમાં થયો સ્વિંગ, સુનીલ નારાયણ ક્લિન બોલ્ડ, જુઓ વીડિયો
Watch: બુમરાહનો બહાર જતો હતો બોલ, બાદમાં થયો સ્વિંગ, સુનીલ નારાયણ ક્લિન બોલ્ડ, જુઓ વીડિયો
POK Protest: પીઓકેમાં યુદ્ધ જેવી સ્થિતિ, પાકિસ્તાન સામે સડકો પર ઉતરી કાશ્મીરની જનતા, જુઓ વીડિયો
POK Protest: પીઓકેમાં યુદ્ધ જેવી સ્થિતિ, પાકિસ્તાન સામે સડકો પર ઉતરી કાશ્મીરની જનતા, જુઓ વીડિયો
Surendranagar News: લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
Rajkot: રાજકોટમાં દિલીપ સંઘાણીનું કરાયું સ્વાગત, કહ્યું ‘જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે’
Rajkot: રાજકોટમાં દિલીપ સંઘાણીનું કરાયું સ્વાગત, કહ્યું ‘જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે’
Heart Attack: હાર્ટ એટેકના ખતરાથી તમને બચાવશે આ 5 ચીજો, દરરોજ ખાવાથી થશે અનેક ફાયદા
Heart Attack: હાર્ટ એટેકના ખતરાથી તમને બચાવશે આ 5 ચીજો, દરરોજ ખાવાથી થશે અનેક ફાયદા
સેક્સુઅલ હાઇજીન ફોલો ન કરવાથી પાર્ટનરને પણ ખતરો, થઈ શકે છે આવી મુશ્કેલી
સેક્સુઅલ હાઇજીન ફોલો ન કરવાથી પાર્ટનરને પણ ખતરો, થઈ શકે છે આવી મુશ્કેલી
Embed widget