શોધખોળ કરો

Gir somnath: વેરાવળમાં 200 લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલમાં બેડ ખૂટતા ગામમાં જ આપવી પડી સારવાર

Gir somnath:  ગામમાં લગ્ન પ્રસંગમાં ભોજન કર્યા બાદ 200થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી

Gir somnath: ગીર સોમનાથના વેરાવળના માથાસૂરીયા ગામમાં 200થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ થયું હતું. મળતી જાણકારી અનુસાર, વેરાવળના માથાસૂરીયા ગામમાં લગ્ન પ્રસંગમાં ભોજન કર્યા બાદ 200થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી.  બાળકો સહિત અનેક લોકોને ઝાડા ઉલટી થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તાલાળાની હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા હતા.

Gir somnath: વેરાવળમાં 200 લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલમાં બેડ ખૂટતા ગામમાં જ આપવી પડી સારવાર

ઘટનાની જાણ થતા વેરાવળ આરોગ્ય વિભાગનો કાફલો ગામમાં પહોંચ્યો હતો. 91 જેટલા લોકોને ગામમાં જ સારવાર આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગે ગામમાં પણ સર્વે કર્યો હતો લોકોને સારવાર આપી હતી.  લગ્નના ભોજનના નમૂના લેવાયા હતા. છાશ અને શિખંડને કારણે લોકોની તબિયત લથડી હોવાની આશંકા છે.

ગીરસોમનાથના વેરાવળ તાલુકાના માથાસૂરિયા ગામમાં ગઇકાલે માનસિહ ભાઈ નામના વ્યક્તિના ઘરે દીકરીનાં લગ્ન હતા અને જાન આવી હતી. આશરે 1200 લોકોનો જમણવાર હતો પરંતુ અચાનક જમણવાર બાદ બાળકોને ઝાડા ઉલટી થવા લાગી હતી. બાળકોને 108 મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ફૂડ પોઇઝનિંગની સૌ પ્રથમ અસર બાળકોમાં જોવા મળી હતી. જ્યારે મોડી રાત્રે યુવાનો અને વડીલોમાં પણ મોટા પ્રમાણમાં ઝાડા ઉલ્ટીના કેસ જોવા મળ્યા બાદ ગામમાં દોડધામ મચી ગઇ હતી. ગામમાં આશરે 200 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા સરકારી હૉસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા હતા. આખરે વહેલી સવારે 6 કલાકે વેરાવળ આરોગ્ય વિભાગની ટીમો ગામમાં દોડી આવી હતી અને 91 જેટલા લોકોને ગામની અંદર જ સારવાર આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમોએ લોકોને ગામની અંદર જ બોટલો ચડાવવાની ફરજ પડી હતી.

સુરતમાં આરોગ્ય વિભાગે તપાસ કરી હતી. આરોગ્ય વિભાગે મરી - મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લીધા હતા. અડાજણ આનંદ મહલ રોડ પર લાગેલા વિવિધ મસાલાના સ્ટોલમાંથી સેમ્પલ લેવાયા હતા. સુરતમાં અલગ અલગ 17 જગ્યાઓ પરથી 19 મરી મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. મહત્વનું છે કે લાલ મરચું ભેળસેળ વાળું અથવા તો નકલી આવતું હોવાનું સામે આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી.                                                             

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Embed widget