Gujarat Lok Sabha Election Live: મને દિલ્હીથી કોઇ તેડું આવ્યું નથી, રાજકોટમાં મોહન કુંડારીયા ડમી તરીકે ફોર્મ ભરશે, - રૂપાલાનો દાવો
Gujarat Lok Sabha Election: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે ભાજપ એક્શનમાં આવ્યુ છે,
LIVE
Background
Gujarat Lok Sabha Election: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે ભાજપ એક્શનમાં આવ્યુ છે, ભાજપના નેતાઓ મેદાનમાં આવ્યા છે, અને પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા અને વિજાપુર બાદ હવે અમરેલીમાં પણ ભાજપે ડેમેજ કન્ટ્રૉલ કરીને સ્થિતિ સંભાળી હોવાની વાતો સામે આવી છે. જોકે, વળી, કોંગ્રેસમાં હજુ પણ ટિકીટને લઇને મંથન ચાલી રહ્યું છે, ગુજરાતમાં કોંગ્રેસે સાત ઉમેદવારો માટે હજુ સુધી મેન્ડેટ જાહેર નથી કર્યા.
ઉપલેટામાં પરશોત્તમ રૂપાલા, જયરાજસિંહ જાડેજાના બેનરો લાગ્યા
રાજકોટ બેઠક પર વિવાદ હજુ પણ શાંત પડ્યો નથી, રૂપાલાના ક્ષત્રિયો મહિલાઓના વિરૂદ્ધમાં આપવામા આવેલા નિવેદનોને તમામ ક્ષત્રિય સંગઠનો અને ક્ષત્રિય સમાજે વખોડી કાઢ્યા છે. હવે ઉપલેટામાં પરશોત્તમ રૂપાલા અને જયરાજસિંહ જાડેજાનો વિરોધ શરૂ થયો છે, ઉપલેટામાં પરશોત્તમ રૂપાલા અને જયરાજસિંહ જાડેજાના બેનરો લાગ્યા છે. રૂપાલા, જયરાજસિંહના ફોટા પર ચોકડી સાથેના બેનરો લાગ્યા છે. રૂપાલા અને જયરાજસિંહ જાડેજાના વિરોધમાં બેનર વૉર શરૂ થયું છે.
રૂપાલાના નિવેદન પર વઢવાણ રાજવી પરિવાર આક્રોશિત
રાજકોટના ભાજપના ઉમેદવાર રૂપાલાને લઇને વિરોધનો વંટોળ જબરદસ્ત ફૂંકાયો છે, હવે રૂપાલાની વિવાદિત ટિપ્પણી પર વઢવાણ રાજવી પરિવાર આક્રોશિત થયો છે. રાજવી પરિવારના સુધીરસિંહ ઝાલાએ આક્રોશ વ્યક્ત કર્યો છે. રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી લડી લેવાનો તેમને સંકલ્પ કર્યો છે. સુધિરસિંહ ઝાલાએ વિરોધને યોગ્ય ગણાવ્યો છે. આવા નિવેદનો કોઈ પણ સંજોગોમાં ના ચલાવી લેવાય. મતદાન સુધી આ લડત ચાલુ રાખવા હુંકાર કર્યો છે.
રૂપાલાને લઈને ભાવનગરના યુવરાજનું મોટું નિવેદન
રાજ્યમાં ચાલી રહેલો રૂપાલાનો વિરોધ હજુ પણ શાંત પડ્યો નથી, પરશોત્તમ રૂપાલાને લઈને ભાવનગરના યુવરાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું કે, હું મારા સમાજ સાથે જ છું. આ નિવેદનથી વિરોધ થવાનો જ છે. આગેવાનો માટે સમાજ પછી પક્ષ હોવો જોઇએ. જયવીરરાજસિંહે કહ્યું કે, યુદ્ધભુમિમાં રાજપૂતો-મહારાજાઓએ બલિદાન આપ્યા છે.
પાટણમાં ક્ષત્રિયોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ
પાટણમાં પણ પુરુશોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળ્યો છે. પાટણમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ થયુ છે. કલેક્ટર કચેરી ખાતે પુરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ભારે સુત્ર્ત્રોચાર કરવામાં આવ્યા હતા. આજે કલેક્ટર કચેરીમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા હતા, અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ. આ સાથે જ કચેરીની બહાર પુરુશોત્તમ રૂપાલા વિરુદ્ધ હાય-હાય ના નારા પણ લગાવ્યા હતા.
મે ક્ષત્રિય સમાજની માફી માંગી છે, ક્ષત્રિયો મને માફ કરશેઃ રૂપાલા
ક્ષત્રિય સમાજનો કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે વિરોધ યથાવત છે. વિવાદ વચ્ચે રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ દાવો કર્યો હતો કે તેમની ઉમેદવારીને લઇને કોઇ વિવાદ નથી. તેમણે કહ્યું હતું કે મોહન કુંડારીયા ઉમેદવાર તરીકે નહીં ડમી તરીકે ફોર્મ ભરશે. મે ક્ષત્રિય સમાજની માફી માંગી છે,ક્ષત્રિયો મને માફ કરશે. ત્રણ અને ચાર તારીખે રૂપાલા સરકારી કામે દિલ્હી જશે. દલિત સમાજ માટે કોઈપણ પ્રકારની અપમાનજનક ટિપ્પણી ન કર્યાનો તેમણે દાવો કર્યો હતો.