Kutch Demolition: ફરી ચાલ્યુ 'દાદાનું બૂલડૉઝર', કચ્છમાં મોડી રાત્રે વધુ ત્રણ દરગાહને તોડી પડાઇ, તસવીરો
આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે
![Kutch Demolition: ફરી ચાલ્યુ 'દાદાનું બૂલડૉઝર', કચ્છમાં મોડી રાત્રે વધુ ત્રણ દરગાહને તોડી પડાઇ, તસવીરો Kutch Demolition News: DaDa Ka Bulldozer, more two mosques had collapsed in the Kandla kutch, local news Kutch Demolition: ફરી ચાલ્યુ 'દાદાનું બૂલડૉઝર', કચ્છમાં મોડી રાત્રે વધુ ત્રણ દરગાહને તોડી પડાઇ, તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/2731bc43ea43243a2a9929cf307ac4f7171030502361277_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kutch Demolition: કચ્છમાં ફરી એકવાર 'દાદાનું બૂલડૉઝર' ફરી વળ્યુ છે, આ વખતે આ કાર્યવાહી બે દરગાહ પર કરવામાં આવી છે, કચ્છના કંડલામાં ગેરકાયદે જમીન પર બનેલી ત્રણ દરગાહને આજે તોડી પડાઇ છે, આ પહેલા કચ્છ, જામનગર અને દ્વારકાના કેટલાક વિસ્તારોમાં તંત્ર દ્વારા દબાણ હટાવો કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલમાં કેટલાક વિસ્તારોમાં સર્વે અને નકશાના અભ્યાસ બાદ તંત્રએ પોલીસ ટીમને સાથે રાખીને બૂલડૉઝર કાર્યવાહી શરૂ કરી છે.
આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, આ કડીમાં આજે કચ્છ-સૌરાષ્ટ્રમાં ફરી એકવાર 'દાદાનું બૂલડૉઝર' ચાલ્યુ છે. કચ્છ જિલ્લાના કંડલામાં ગેરકાયદે નિર્માણોને તોડી પડાયા છે. શહેરના દરિયાકાંઠાના તુણામાં રૉડ પર આવેલા કેટલાક ધાર્મિક સ્થળો પર દબાણો દુર કરાયા છે. આ કાર્યવાહી દરમિયાન નાગેશાપીરની દરગાહ, હાજીપીરની દરગાહ પર બૂલડૉઝર ફરી વળ્યુ છે, બન્ને દરગાહોને તોડી પડાઇ છે. શહેરની વલીશાપીરની દરગાહ પર પણ બૂલડૉઝર ચાલ્યુ છે.
આ પહેલા પણ કચ્છમાં ચાલ્યુ હતુ 'દાદાનું બૂલડૉઝર' સરકારી જમીન પર બનેલી ગેરકાયદે ત્રણ મદરેસા તોડી પડાઇ હતી
રાજ્યમાં ફરી એકવાર દાદાનું બૂલડૉઝર ચાલ્યુ છે, કચ્છના ખાવડામાં ગેરકાયદેસર બનેલી ત્રણ મદરેસાઓ પર બૂલડૉઝર કાર્યવાહી કરાઇ છે, આ ત્રણેય મદરેસાઓને તોડી પડાયા છે. કચ્છ અને જામનગર જિલ્લામાં સર્વે અને નકશાના અભ્યાસ બાદ તંત્રએ પોલીસ ટીમને સાથે રાખીને બૂલડૉઝર ફેરવ્યુ છે. હજુ પણ ગેરકાયદે દબાણો દુર કરવાની કાર્યવાહી આગળ ચાલુ રહેશે.
આજે વહેલી સવારે તંત્રએ પોલીસ તંત્રને સાથે રાખીને કચ્છ જિલ્લામાં બૂલડૉઝર કાર્યવાહી શરૂ કરી છે. આ વખતે કચ્છમાં દાદાનું બૂલડૉઝર ચાલ્યુ છે. જિલ્લાના ખાવડામાં ગેરકાયદેસર ચાલતા મદરેસા પર બૂલડૉઝર ફરી વળ્યુ છે, અને સરકારી જમીન પર બનેલા ત્રણ મદરેસાને જમીનદોસ્ત કરાયા છે. જામકુનરીયા, કુરન ગામમાં આ બૂલડૉઝર કાર્યવાહી કરાઇ છે. કચ્છ ઉપરાંત જામનગર અને દ્વારકામાં પણ દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. દરિયાઈ પટ્ટીપર થયેલા દબાણો દુર કરવાની સરકારની નેમ છે. ખાસ વાત છે કે, જામનગરમાં ગઈકાલે અસામાજિક તત્વોના અડ્ડા બૂલડૉઝર ફરી વળ્યુ હતુ. સર્વે અને નક્શાઓનો અભ્યાસ બાદ આ તમામ ગેરકાયદે નિર્માણો પર કાર્યવાહી થઇ રહી છે. ગુજરાત પોલીસની પણ આ સમયે ખુબ જ પ્રસંશા થઇ રહી છે. સરકારી જમીન પર દબાણ કરનારાઓને નહીં છોડવાની સરકારની નીતિ છે.
આ પહેલા ભચાઉમાં દબાણ હટાવો કામગીરી થઇ હતી
કચ્છ જિલ્લામાં ફરી એકવાર તંત્ર દ્વારા મેગા ડિમૉલેશનની કામગીરી શરૂ કરાઇ છે. આજે વહેલી સવારથી જ ભચાઉના શિકારપુરમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણને હટાવવા માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ અને તંત્રએ બૂલડૉઝર ઓપરેશન શરૂ કર્યુ છે.
આજે કચ્છના ભચાઉના શિકારપુર ગામે તંત્ર દ્વારા આ મેગા ડિમૉલેશન શરૂ કરાયુ છે, છેલ્લા કેટલાય સમયથી ગામમાં માથાભારે તત્વો દ્વારા કેટલાક સરકારી એકમો અને જમીન પર ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા, આવા માથાભારે તત્વો દ્વારા લોકોને ત્રાસ અપાતો હતો, અને આ લોકો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવતા હતા. આજે તંત્રએ આવા લોકો સામે એક્શન લેવું શરૂ કર્યુ. આવા વિસ્તારોમાં સવારથી જ તંત્રની ટીમ બૂલડૉઝર લઇને પહોચી હતી, અને માથાભારે તત્વો દ્વારા કરવામાં આવેલા દબાણો દૂર કરાયા હતા. ગામમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પહેલાથી જ તંત્રની સાથે સ્થાનિક પોલીસ, અને એલસીબી-એસઓજીની ટૂકડી પહોંચી હતી. કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આખા ગામમાં સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)