દાહોદના સંજેલીમાં મહિલાને તાલિબાની સજા, બાઈક પાછળ બાંધી અર્ધનગ્ન હાલતમાં સરઘસ કાઢ્યું
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં એક મહિલાને તાલિબાની સજા આપવામાં આવી છે. અર્ધનગ્ન હાલતમાં મહિલાનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.

દાહોદ: દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં એક મહિલાને તાલિબાની સજા આપવામાં આવી છે. અર્ધનગ્ન હાલતમાં મહિલાનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. હાલ તો આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આ પરણિત મહિલા તેના પ્રેમીના મળવા ગઈ હતી. આ દરમિયાન ગામના લોકોએ તેને જોઈ જતા ઘરમાંથી બહાર કાઢી તેનુ સરઘસ કાઢ્યું હતું. હાલ તો પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ મહિલાને તાલિબાની સજા આપવામાં આવી
સમગ્ર અહેવાલ અનુસાર, સંજેલી તાલુકામાં અન્ય યુવક સાથે સંબંધ હોવાની આશંકાએ આ મહિલાને તાલિબાની સજા આપવામાં આવી છે. 15 લોકોના ટોળાએ મહિલાને માર મારી તાલિબાની સજા આપી છે. તાલિબાની સજાનો વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે વીડિયો ડિલીટ કરાવી ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે.
આ ઘટનાએ તમામ લોકોને ચોંકાવી દિધા છે
અર્ધનગ્ન સ્થિતિમાં મહિલાને ટોળાએ આખા ગામમાં ફેરવી હતી. વિકસીત ગુજરાતમાં હજુ પણ મહિલા પર અત્યાચાર થઈ રહ્યા છે. દાહોદમાં મહિલાને તાલિબાની સજા આપવામાં આવી હતી. બાઈક પાછળ સાંકળથી બાંધી મહિલાને આખા ગામમાં ફેરવી હતી. ગુજરાતમાં હજુ પણ આ સ્થિતિ છે. આ ઘટનાએ તમામ લોકોને ચોંકાવી દિધા છે. નાના બાળકોથી લઈને સૌ કોઈ તાલિબાની અત્યાચાર સમયે જોવા મળ્યા હતા. આવુ બધુ ગુજરાતમાં ક્યા સુધી ચાલશે ? મહિલા સુરક્ષા માટે રાજ્ય સરકાર ક્યારે કડક બનશે ? તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે.
પરિણીતા તેના પ્રેમીને મળવા ગઈ આ દરમિયાન 15 વ્યક્તિઓના ટોળાએ તેને ઘરમાંથી બહાર કાઢી હતી અને અર્ધનગ્ન હાલતમાં બાઈક પાછળ બાંધીને આખા ગામમાં સરઘસ કાઢ્યુ હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી છે. દાહોદ પોલીસે આ મામલે મહિલાની ફરિયાદ નોંધી 15 વ્યક્તિએ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે.
મહિલા પર અત્યાચાર કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 12 લોકોની ધરપકડ કરી લીધી છે. જ્યારે ફરાર ત્રણ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
જૂનાગઢનો યુવક બન્યો ડિજિટલ અરેસ્ટનો શિકાર, ગઠિયાઓએ 26.15 લાખ રૂપિયા પડાવ્યા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
