Asaduddin Owaisi: આતંકીઓ આપણા જવાનોને મારી રહ્યા છે અને તમારે પાકિસ્તાન સાથે વર્લ્ડ કપ રમવો છે, ઓવૈસીએ બીજેપી પર કર્યા આકરા પ્રહાર
Asaduddin Owaisi On Article 370 Abrogation: AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદીના ચાર વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો.
Asaduddin Owaisi On Article 370 Abrogation: AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદીના ચાર વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો. અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે (5 ઓગસ્ટ) કહ્યું કે, પાકિસ્તાનના આતંકવાદીઓએ આપણા ત્રણ સૈનિકોને માર્યા અને તમે તેમની સાથે (પાકિસ્તાન) વર્લ્ડ કપ મેચ રમશો. આ બાબતે કોઈ હંગામો કેમ નથી થતો, કારણ કે ભાજપની સરકાર છે.
#WATCH | When asked about four years of abrogation of Article 370 in J&K, AIMIM chief Asaduddin Owaisi says, "...Three of our soldiers were killed by terrorists who came from Pakistan and you will play a World Cup match with them (Pakistan)?..." pic.twitter.com/ea99E0X4XJ
— ANI (@ANI) August 5, 2023
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ એક મીડિયા રિપોર્ટને ટાંકીને કહ્યું કે જાન્યુઆરી 2021થી મે 2023 સુધીમાં કાશ્મીરમાં 251 આતંકવાદી ઘટનાઓ બની છે. મોટી સંખ્યામાં નાગરિકો માર્યા ગયા, આ બધું શું થઈ રહ્યું છે.
ભાજપ સરકાર પર ઓવૈસીએ પ્રહાર કર્યા
ઓવૈસીએ ન્યૂઝ એજન્સી ANIને કહ્યું કે આ અગાઉ 2021માં પણ આપણા પાંચ સૈનિકો શહીદ થયા હતા અને આપણે ફરીથી પાકિસ્તાન સાથે મેચ રમવા ગયા હતા. તમને જણાવી દઈએ કે 5 ઓગસ્ટ, 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ની જોગવાઈઓને રદ કરી હતી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કર્યું હતુ.
જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે પર પણ મોટું નિવેદન આપ્યું
અસદુદ્દીન ઓવૈસીએ અગાઉ જ્ઞાનવાપી કેમ્પસમાં ASIના સર્વેને લઈને મોટું નિવેદન આપ્યું હતું. ઓવૈસીએ કહ્યું કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનો સર્વે રિપોર્ટ સાર્વજનિક થયા બાદ કોણ જાણે શું અસર થશે. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આશા છે કે હજારો બાબરી મસ્જિદોના દરવાજા નહીં ખોલવામાં આવે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે અલ્હાબાદ હાઈકોર્ટના તે આદેશ પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જેમાં ASIને જ્ઞાનવાપી કેમ્પસમાં વૈજ્ઞાનિક સર્વે કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
કુલગામમાં આતંકીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાનો શહીદ થયા છે. આતંકીઓ વિરુદ્ધ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના હલાન જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું. સુરક્ષા દળોએ પણ સામે કાર્યવાહી કરી હતી. અધિકારીએ જણાવ્યું કે ફાયરિંગમાં સુરક્ષા દળના ત્રણ જવાન ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.