(Source: ECI/ABP News/ABP Majha)
Cars Under 10 Lakh: 10 લાખ રૂપિયાનું બજેટ છે તો ખરીદી શકશો આ CNG કાર, લિસ્ટમાં સામેલ છે Tata-Hyundaiની કાર
દેશભરમાં તહેવારો પૂરજોશમાં ચાલી રહ્યા છે. ધનતેરસ અને દિવાળીના અવસર પર લોકો તેમના ઘરે નવી કાર અથવા બાઇક પણ ખરીદે છે.
CNG Cars Under 10 Lakh: દેશભરમાં તહેવારો પૂરજોશમાં ચાલી રહ્યા છે. ધનતેરસ અને દિવાળીના અવસર પર લોકો તેમના ઘરે નવી કાર અથવા બાઇક પણ ખરીદે છે. જો તમારું બજેટ 10 લાખ રૂપિયા છે અને તમે વધુ સારી CNG કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો બજારમાં આ રેન્જમાં કારના ઘણા શ્રેષ્ઠ વિકલ્પો છે. આ કારોની યાદીમાં હ્યુન્ડાઈથી લઈને મારુતિ-ટાટા સુધીના મોડલ પણ સામેલ છે.
ટાટા પંચ (Tata Punch)
Tata Punch બજારમાં પેટ્રોલ, ઈલેક્ટ્રિક અને CNG વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. પંચ iCNG એ આઇકોનિક ALFA આર્કિટેક્ચર પર આધારિત છે, જે બેસ્ટ સેફ્ટી ફીચર્સ માટે ઓળખાય છે. આ કારમાં iCNG કીટ આપવામાં આવી છે, જે વાહનને કોઈપણ લીકેજથી બચાવે છે. જો કારમાં ક્યાંય પણ ગેસ લીક થાય છે તો આ ટેક્નોલોજીની મદદથી કાર આપમેળે CNG મોડથી પેટ્રોલ મોડમાં બદલાઈ જાય છે.
ટાટા પંચમાં સેફ્ટી માટે ડ્યુઅલ એરબેગ્સ આપવામાં આવી છે. આ સાથે વાહનમાં વોઈસ આસિસ્ટેડ સનરૂફ પણ લગાવવામાં આવ્યા છે. ટાટાની આ કારમાં R16 ડાયમંડ કટ એલોય વ્હીલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાર માર્કેટમાં પાંચ કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. ટાટા પંચની એક્સ-શોરૂમ કિંમત 7,22,900 રૂપિયાથી શરૂ થાય છે.
મારુતિ સ્વિફ્ટ (Maruti Swift)
મારુતિ સ્વિફ્ટને હાલમાં જ CNG વેરિઅન્ટમાં માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે. આ કારમાં Z-સિરીઝ એન્જિન અને S-CNGનું કોમ્બિનેશન છે, જેના કારણે આ કાર 32.85 km/kgની માઈલેજ આપે છે. મારુતિ સ્વિફ્ટ CNG ત્રણ વેરિઅન્ટમાં માર્કેટમાં ઉપલબ્ધ છે. તેના બેઝ અને મિડ વેરિઅન્ટમાં સ્ટીલ વ્હીલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યારે ટોપ વેરિઅન્ટમાં પેઇન્ટેડ એલોય વ્હીલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
મારુતિ સ્વિફ્ટમાં સ્માર્ટપ્લે પ્રો સાથે 17.78 સેમી ટચસ્ક્રીન છે. આ કારમાં યુએસબી અને બ્લૂટૂથ કનેક્ટિવિટીનું ફીચર પણ આપવામાં આવ્યું છે. આ કારના ટોપ વેરિઅન્ટમાં રિયર એસી વેન્ટ આપવામાં આવ્યા છે. મારુતિની આ કારની એક્સ-શોરૂમ કિંમત 8.19 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
હ્યુન્ડાઇ એક્સ્ટર (Hyundai Exter)
Hyundai Xter CNG પણ 10 લાખ રૂપિયાની રેન્જમાં સામેલ છે. આ કારમાં પેરામેટ્રિક ફ્રન્ટ ગ્રીલ છે. કારને પાછળના ભાગમાં સ્પોર્ટી સ્કિડ પ્લેટ આપવામાં આવી છે. આ કારમાં વૉઇસ આસિસ્ટેડ સ્માર્ટ ઇલેક્ટ્રિક સનરૂફ આપવામાં આવી છે. વાહનમાં ડેશકેમ સાથે ડ્યુઅલ કેમેરા આપવામાં આવી રહ્યા છે. Hyundai Exeterના બાય-ફ્યુઅલ CNG વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 9.60 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
7 લાખની કિંમતની આ SUVએ તમામ રેકોર્ડ તોડ્યા! આટલા સમયમાં લાખો યુનિટનુ વેચાણ થયું