'તમને લાઠીચાર્જ મળ્યો, પરંતુ MSP પર ગેરંટી નથી મળી', અંબાલામાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને આડેહાથ લીધા
Haryana Assembly Election 2024 Latest News: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સાંસદ રાહુલ ગાંધીએ હરિયાણામાં એક ચૂંટણી રેલીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) પર ઉગ્ર નિશાન સાધ્યું હતુ
Haryana Assembly Election 2024 Latest News: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સાંસદ રાહુલ ગાંધીએ હરિયાણામાં એક ચૂંટણી રેલીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) પર ઉગ્ર નિશાન સાધ્યું હતુ. હરિયાણાના અંબાલામાં નારાયણગઢ વિધાનસભા ક્ષેત્રમાં આયોજિત એક જાહેર સભામાં પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને આડેહાથે લેતા કહ્યું કે, અહીંના ખેડૂતોનો ભાજપ દ્વારા અપમાનિત કરવામાં આવ્યા છે, ખેડૂતોને ભાજપ તરફથી લાઠીચાર્જ અને ટીયર ગેસ મળ્યા, પરંતુ MSP પર કોઈ કાયદાકીય ગેરંટી મળી નથી.
પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યું કે, અહીં બેરોજગારી છે. અહીંના યુવાનો મહેનતુ છે, હું જ્યાં પણ જાઉં છું અને હરિયાણાના યુવાનોને જોઉં છું ત્યારે કહું છું કે તેઓ મહેનતુ છે. તમને અગ્નિવીર મળ્યા, તમે દેશ માટે સરહદ પર જાઓ, અને પાછા આવો અને ફરીથી લડશો. અહીંના બાળકો અને ખેલાડીઓ રસ્તા પર બેસીને આંદોલન કરતા રહ્યાં, પરંતુ વડાપ્રધાન પાસે તેમને મળવા માટે 5 મિનિટ પણ નથી મળી.
'કોંગ્રેસ અને તેના તમામ નેતા તમારા માટે સમર્પિત'
પ્રિયંકા ગાંધી અહીંથી અટક્યા ન હતા. તેમણે વધુમાં કહ્યું કે આ કોંગ્રેસની લહેર નથી, તમારા સન્માનની લહેર છે. જો તમે વિભાજિત થશો તો તમને તમારું સન્માન નહીં મળે આ લહેરને મજબૂત બનાવો. ભાજપ જઈ રહ્યું છે. કોંગ્રેસ આવી રહી છે. કોંગ્રેસ તમને સમર્પિત છે. રાહુલજી તમારા માટે પોતાનો જીવ આપવા તૈયાર છે. હુડ્ડાજી અને શૈલજાજી તમને સમર્પિત છે.
#WATCH | Haryana: Addressing a public rally in Ambala, Congress leader Priyanka Gandhi Vadra says, "What was done to our wrestlers? They were made to sit on the road, they kept protesting. The Prime Minister did not have even 5 minutes to meet them. And then you all saw what… pic.twitter.com/dqc2jZbBdD
— ANI (@ANI) September 30, 2024
અદાણીનું નામ લઇને ફરીથી બીજેપીને ઘેરી
જનસભામાં રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા. જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું, મેં દરેકનું ભાષણ સાંભળ્યું, દરેકના ભાષણમાં સન્માન શબ્દનો ઉલ્લેખ હતો. આદર મહત્વપૂર્ણ છે, પરંતુ એટલું જ મહત્વપૂર્ણ છે કે તમારા ખિસ્સામાં કેટલા પૈસા આપવામાં આવે છે અને કેટલા બહાર કાઢવામાં આવે છે. આપણા લોકોના ખિસ્સા અને બેંક ખાતામાં કેટલા પૈસા છે તે જાણવું જરૂરી છે. તમારે પૂછવું પડશે કે વધુ પૈસા તમારા ખિસ્સામાં જઈ રહ્યા છે કે આવી રહ્યા છે. બહાર નીકળે તો કોણ કાઢે અને આવે તો કોણ આપે. અદાણીજી વિશે વિચારો, તેઓ પાવડો વાપરતા નથી, મહેનત કરતા નથી, પણ તેમને સુનામીની જેમ પૈસા મળે છે.
આ પણ વાંચો
દેશના આ રાજ્યમાં ગાયને 'રાજ્યમાતા' જાહેર કરાયા, જાણો સરકારે શું કર્યો આદેશ