શોધખોળ કરો

Independence Day 2023: આ મહિલા ક્રાંતિકારીએ આઝાદી અગાઉ વિદેશમાં લહેરાવ્યો હતો ભારતનો પ્રથમ ધ્વજ

બ્રિટિશ શાસન દરમિયાન અનેક ક્રાંતિકારીઓએ આઝાદીની માંગણી કરીને ભારતનો ધ્વજ ફરકાવ્યો હતો

Independence Day 2023:  બ્રિટિશ શાસનની ગુલામીમાંથી કઠિન સંઘર્ષો અને આંદોલનો બાદ આખરે 15 ઓગસ્ટ, 1947ના રોજ દેશ આઝાદ થયો. દર વર્ષે દેશવાસીઓ ભારતની આઝાદીના આ પર્વને ઉત્સાહથી ઉજવે છે.

સ્વતંત્રતા દિવસના અવસર પર ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવે છે. સરકારી, બિનસરકારી અને ખાનગી કચેરીઓની સાથે લોકોના ઘરો અને કોલોનીઓમાં પણ ધ્વજવંદન કરવામાં આવે છે. આ દિવસે ભારતની આઝાદી માટે બલિદાન આપનાર બહાદુર સપૂતો અને ક્રાંતિકારીઓને યાદ કરવામાં આવે છે.

Independence Day 2023: આ  મહિલા ક્રાંતિકારીએ આઝાદી અગાઉ વિદેશમાં લહેરાવ્યો હતો ભારતનો પ્રથમ ધ્વજ

બ્રિટિશ શાસન દરમિયાન અનેક ક્રાંતિકારીઓએ આઝાદીની માંગણી કરીને ભારતનો ધ્વજ ફરકાવ્યો હતો. પરંતુ એક ગુજરાતી મૂળના ભારતીય મહિલા ક્રાંતિકારી પણ હતા જેમણે આઝાદી પહેલા વિદેશમાં ભારતનો પ્રથમ ધ્વજ લહેરાવ્યો હતો. આવો જાણીએ વિદેશમાં ભારતીય ધ્વજ લહેરાવનાર આ ભારતીય મહિલા ક્રાંતિકારી વિશે અને ભારતનો પહેલો ધ્વજ કેવો દેખાતો હતો.

ભીકાજી રૂસ્તમ કામાનું જીવનચરિત્ર

ભીકાજી રૂસ્તમ કામાનો જન્મ 24 સપ્ટેમ્બર 1861ના રોજ  પારસી પરિવારમાં થયો હતો.  ભીકાજી કામાના પિતા પ્રખ્યાત ઉદ્યોગપતિ હતા. ભીકાજી કામામાં બાળપણથી જ દેશભક્તિની ભાવના હતી. દરેક ભારતીયની જેમ ભીકાજી કામાએ પણ દેશને આઝાદ કરવાનું સપનું જોયું હતું. આ સપનું પૂરું કરવા તે આઝાદીની ચળવળની આગમાં કૂદી પડ્યા હતા. જ્યારે દેશભરમાં લોકો આઝાદીની માંગને લઈને આક્રોશિત હતા અને વિવિધ સ્થળોએ આંદોલનો અને સત્યાગ્રહો કરી રહ્યા હતા, ત્યારે ભીકાજી કામાએ વિદેશમાં પણ ભારતની આઝાદીની માંગ ઉઠાવી હતી.

બાળપણથી દેશભક્તિની ભાવના

1896 માં જ્યારે મુંબઈમાં પ્લેગ રોગ ફાટી નીકળ્યો ત્યારે ભીકાજીએ દર્દીઓની સેવા કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેઓ પોતે પ્લેગની ઝપેટમાં આવી ગયા હતા. પરંતુ સારવાર બાદ સ્વસ્થ થયા અને ત્યારબાદ તેઓ પણ દેશની સેવામાં લાગી ગયા હતા.

પેરિસમાં મેગેઝિનનું પ્રકાશન

ભીકાજી કામા ભારતીય મૂળના પારસી મહિલા હતી. તે સમયગાળા દરમિયાન તેમણે લંડનથી જર્મની અને અમેરિકાનો પ્રવાસ કર્યો. આ દરમિયાન ભારતની આઝાદીના પક્ષમાં અવાજ ઘણા દેશો સુધી પહોંચ્યો. ભીકાજી કામા પેરિસથી 'વંદે માતરમ' પત્ર પ્રકાશિત કરતા હતા, જે ભારતીયોમાં ખૂબ લોકપ્રિય હતું.

આઝાદીના 40 વર્ષ પહેલા વિદેશમાં ભારતીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો

ભીકાજી કામાએ 22 ઓગસ્ટ 1907ના રોજ એટલે કે ભારતની આઝાદીના 40 વર્ષ પહેલા જર્મનીમાં દેશનો ધ્વજ ફરકાવ્યો હતો. તેમણે જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં આયોજિત સાતમી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં ભારતીય ધ્વજ ફરકાવીને સ્વતંત્રતા સંગ્રામની માંગને વધુ તીવ્ર બનાવી હતી. 13 ઓગસ્ટ, 1936ના રોજ ભીકાજી કામાએ આંખોમાં આઝાદીનું સ્વપ્ન લઈને આ દુનિયાને અલવિદા કહી દીધી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Politics: રાહુલ ગાંધીનું અમદાવાદ એયરપોર્ટ પર આગમન,પ્રદેશના નેતાઓ અને કાર્યકરો સાથે કરશે બેઠક

સોના-ચાંદી થયા સસ્તા, હવે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા

ગાંધીનગરમાં પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ, શેરબજારમાં દેવું વધ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ

WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર

ABP Premium

વિડિઓઝ

Rahul Gandhi In Gujarat: રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જુઓ વીડિયોમાંPM Modi: બપોરે દોઢ વાગ્યે વડાપ્રધાન મોદી આવશે સુરત, કરશે આ ખાસ કામ | Abp AsmitaCBSE School In HC: શહેરની તુલીપ સ્કુલ હાઈકોર્ટના શરણે,ગેરરિતીના કારણે બોર્ડની માન્યતા થઈ રદ્દRajkot: CGSTના વર્ગ 2નો ઇન્સ્પેકટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયો રંગેહાથે, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: રાહુલ ગાંધીનું અમદાવાદ એયરપોર્ટ પર આગમન,પ્રદેશના નેતાઓ અને કાર્યકરો સાથે કરશે બેઠક
Gujarat Politics: રાહુલ ગાંધીનું અમદાવાદ એયરપોર્ટ પર આગમન,પ્રદેશના નેતાઓ અને કાર્યકરો સાથે કરશે બેઠક
સોના-ચાંદી થયા સસ્તા, હવે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા
સોના-ચાંદી થયા સસ્તા, હવે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા
ગાંધીનગરમાં પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ, શેરબજારમાં દેવું વધ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ
ગાંધીનગરમાં પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ, શેરબજારમાં દેવું વધ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી

Health Tips: પાણીમાં પલાળીને કે બાફીને, કઈ રીતે ચણા ખાવા સ્વાસ્થ્ય માટે છે વધુ ફાયદાકારક?

ઓસ્ટ્રેલિયા પર Cyclone Alfredનો ખતરો, ભારે તબાહીની આશંકા, 25 લાખ લોકો પર સંકટ

EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!

Embed widget