MCD Mayor Election 2023:AAPએ ભાજપને આપી માત, આમ આદમી પાર્ટીની શૈલી ઓબેરોયે બની મેયર
MCD Mayor Election 2023: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણીના બે મહિના બાદ નવા મેયરની પસંદગી થઈ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલી ઓબેરોયે મોટી જીત નોંધાવી
MCD Mayor Election 2023: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણીના બે મહિના બાદ નવા મેયરની પસંદગી થઈ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલી ઓબેરોયે મોટી જીત નોંધાવી છે.
દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે MCDને તેનો નવો મેયર મળ્યો છે.મેયર પદ માટેની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલી ઓબેરોયનો વિજય થયો છે. શેલી ઓબેરોયને 150 વોટ મળ્યા છે. તેમણે ભારતીય જનતા પાર્ટીના રેખા ગુપ્તાને હરાવ્યા છે. મેયરની ચૂંટણીમાં ભાજપને વધુ ત્રણ વોટ મળ્યા હતા. ભાજપના કાઉન્સિલરો, સાંસદો અને એક નામાંકિત ધારાસભ્ય સહિત, કુલ સંખ્યા 113 હતી, જ્યારે તેમને 116 મત મળ્યા હતા. કોંગ્રેસે મતદાનનો બહિષ્કાર કર્યો હતો પરંતુ કોંગ્રેસના 9 કાઉન્સિલરોમાંથી એક કાઉનસલર શીતલે મતદાનમાં ભાગ લીધો હતો.
શૈલી ઓબેરોય દિલ્હીની પટેલ નગર વિધાનસભાના વોર્ડ નંબર 86માંથી કાઉન્સિલર છે. 39 વર્ષીય શૈલી ઓબેરોય વ્યવસાયે પ્રોફેસર છે. શૈલી ઓબેરોયે પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યાં કાઉન્સિલરો પ્રથમ વખત ચૂંટાયા છે. શૈલી ઓબેરોય માત્ર 269 મતોથી ચૂંટણી જીત્યા હતા. તેમણે પટેલ નગર વિધાનસભાના વોર્ડ નંબર 86માંથી ભાજપના દિપાલી કપૂરને હરાવ્યા હતા.
ડેપ્યુટી સીએમ પર નિશાન સાધ્યું
બુધવારે બપોરે લગભગ 2 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. મતદાન સવારે 11.30 વાગ્યે શરૂ થયું હતું અને 2 કલાકથી વધુ સમય સુધી ચાલ્યું હતું. કુલ 10 નામાંકિત સાંસદો, 14 નામાંકિત ધારાસભ્યો અને દિલ્હીના 250 ચૂંટાયેલા કાઉન્સિલરોમાંથી 241એ મેયરની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. આમ આદમી પાર્ટીના ગૃહના નેતા મુકેશ ગોયલની વિનંતી પર, મેયરની ચૂંટણીમાં સમય બચાવવા માટે બે બૂથમાં મતદાન શરૂ કરવામાં આવ્યું હતું.
આ જીત બાદ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વિટ કર્યું. તેણે લખ્યું- ગુંડા હારી ગયા, જનતા જીતી ગઈ. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીના મેયર બનવા બદલ તમામ કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન અને ફરી એકવાર દિલ્હીની જનતાનો હૃદયપૂર્વક આભાર. AAPના પ્રથમ મેયર શૈલી ઓબેરોયને અભિનંદન.
ડિસેમ્બર 2022માં 250 બેઠકો પર મતદાન થયું હતું
નોંધનીય છે કે, ગયા વર્ષે 4 ડિસેમ્બર, 2022ના રોજ દિલ્હી MCDની 250 બેઠકો પર મતદાન થયું હતું અને 7 ડિસેમ્બરે પરિણામ આવ્યા હતા જેમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી હતી. આમ આદમી પાર્ટીએ 250માંથી 134 બેઠકો જીતી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટીને 104 બેઠકો મળી હતી. અગાઉ મેયરની ચૂંટણી માટે 6 જાન્યુઆરી, 24 જાન્યુઆરી અને 6 ફેબ્રુઆરીએ બેઠકો યોજાઈ હતી. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય આતિશીએ કહ્યું હતું કે પાર્ટી આ મામલાને સુપ્રીમ કોર્ટમાં લઈ જશે. આ પછી સુપ્રીમ કોર્ટે એમસીડીની બેઠક યોજવાના નિર્દેશ આપ્યા હતા.
આ સાથે AAP તરફથી આલે મોહમ્મદ ઈકબાલ અને BJP તરફથી કમલ બગડી ડેપ્યુટી મેયર પદના ઉમેદવાર હતા. AAPના આમિલ મલિક, સારિકા ચૌધરી, મોહિની જીનવાલ અને રામિંદર કૌર અને ભાજપ તરફથી કમલજીત સેહરાવત, ગજેન્દ્ર દરાલ અને પંકજ લુથરા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોના પદ માટે ઉમેદવાર હતા.