શોધખોળ કરો

દિલ્લી: કેન્દ્રીય વિદ્યાલયમાં શરમજનક ઘટના, વિદ્યાર્થિની સાથે ટોયલેટમાં બે યુવકે ગુજાર્યું દુષ્કર્મ

દિલ્હીની એક કેન્દ્રીય વિદ્યાલયમાં 11 વર્ષની બાળકી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. આ સંદર્ભમાં દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે અને દિલ્હી પોલીસે કેન્દ્રીય વિદ્યાલય સ્કૂલના પ્રિન્સિપાલને સ્કૂલ પરિસરમાં થયેલા ગેંગ રેપને લઈને નોટિસ પાઠવી છે.

દિલ્હીની એક કેન્દ્રીય વિદ્યાલયમાં 11 વર્ષની બાળકી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. આ સંદર્ભમાં દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે અને દિલ્હી પોલીસે  કેન્દ્રીય વિદ્યાલય સ્કૂલના પ્રિન્સિપાલને સ્કૂલ પરિસરમાં થયેલા ગેંગ રેપને લઈને નોટિસ પાઠવી છે. કમિશન દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે એક અગિયાર વર્ષની કિશોરીએ  લગાવ્યો છે કે જુલાઈ 2022માં તે કેન્દ્રીય વિદ્યાલયમાં તેના ક્લાસમાં જઈ રહી હતી, ત્યારે તેની ટક્કર બે છોકરાઓ સાથે થઈ હતી, જે એક જ સ્કૂલના વિદ્યાર્થીઓ હતા.

પીડિતાએ કહ્યું કે, ટક્કરાવવા પર માફી માંગી હતી , પરંતુ તેમ છતાં પણ આ બંને કિશોરો થે દુર્વ્યવહાર કરવા લાગ્યા અને તેને ટોયલેટની અંદર લઈ ગયા. તેણે આરોપ લગાવ્યો છે કે, બેને આરોપીએ ટોયલેટનો દરવાજો અંદરથી બંધ કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું.  પીડિતાના પરિવારે  કહ્યું કે જ્યારે તેણે આ ઘટના વિશે શિક્ષકને જાણ કરી, ત્યારે તેને કહેવામાં આવ્યું કે, બંને આરોપીને કાઢી મૂકવામાં આવ્યા છે અને મામલો કથિત રીતે દબાવી દેવામાં આવ્યો હતો.  છે.

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ મામલાની સ્વતઃ સંજ્ઞાન લઈને દિલ્હી પોલીસ અને શાળાના પ્રિન્સિપાલને નોટિસ પાઠવી છે અને આ મામલે કરવામાં આવેલી કાર્યવાહી અંગે રિપોર્ટ માંગ્યો છે. પંચે દિલ્હી પોલીસને આ કેસમાં કરવામાં આવેલી એફઆઈઆરની નકલ અને ધરપકડ અંગેની માહિતી આપવા જણાવ્યું છે.

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું કે, " દિલ્હીની એક શાળામાં 11 વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કારનો ગંભીર મામલો સામે આવ્યો છે. યુવતીનો આરોપ છે કે તેની શાળાના શિક્ષકે મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. રાજધાનીની શાળાઓ પણ બાળકો માટે અસુરક્ષિત છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આ મામલે કડક કાર્યવાહી થવી જોઈએ. તેમજ આ મુદ્દે શાળા સત્તાધીશોની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ.

Vikas Jain: મુંબઈમાં આ વ્યક્તિના ઘરેથી મળી આવી 227 કરોડની નકલી ચલણી નોટો

સુરત: કામરેજ પોલીસ દ્વારા 25.80 કરોડની નકલી ચલણી નોટો ઝડપવાના મામલે હવે મોટો ખુલાસો થયો છે. આ કડીમાં મુંબઇથી વધુ ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે.  તો બીજી તરફ મુખ્ય ભેજાબાજ વિકાસ જૈન અને તેના 2 સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી છે. જો કે, સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મુંબઇમાં તપાસ દરમિયાન વિકાસ જૈનના ઘર અને ગોડાઉનમાંથી બીજા 227 કરોડની નકલી ચલણી નોટો ઝડપાઇ છે.

227 કરોડ પેકીની 67 કરોડની ચલણી નોટો બંધ થઈ ગયેલી જૂની 1000 અને 500ના દરની નોટ પણ મળી આવી છે. વિકાસ જૈનએ દિલ્હી, ઇન્દોર, રાજકોટ, અમદાવાદ, સુરત અને બેંગ્લોરમાં માણસ રોકી ઓફીસ ખોલી હતી. વિકાસ જૈને 41.50 લાખ કમિશન પેટે તેમજ રાજકોટના વેપારી રવિ પરસાણા પાસે 1.60 કરોડ પડાવ્યા હતા.  મુંબઇમાં 7થી વધુ લોકો ભોગ બન્યા હોવાની પોલીસ પાસે વિગત આવી છે.

'બાપુ માટે કોંગ્રેસનો માર્ગ મોકળો છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરવામાં આવી હતી. આ સમયે અર્જુન મોઢવાડિયાએ શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ પ્રવેશને લઈને મોટા સંકેત આપી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, બાપુ માટે કોંગ્રેસનો માર્ગ મોકળો છે અને એનો નિર્ણય બાપુ અને હાઈ કમાન્ડ કરશે. શંકરસિંહે કહ્યું કે,  એમને કહીશ કે આ ધંધા બંધ કરે કોઈ થવાનું નથી દીવાલ સાથે માથું પછાડવા જેવી બાબત છે. નાક દબાવી મોં ખોલવાનું હોય તો એ નહીં થાય. સત્યની વાત સાથે છીએ દબાવવાની કોશિશ ના કરો. 6 તારીખે વિપુલ ચૌધરી મામલે મહેસાણા કોર્ટમાં સાક્ષી માટે હાજર થવા સમાન્સ મળ્યું છે. કાયદો કાયદાનું કામ કરે છે. Nddb મામલે મેં અને અર્જુનભાઈએ વિપુલભાઈ માટે ભલામણ કેમ કરેલી એ મામલે અમારે જવાબ આપવા બોલાવ્યો છે. ભલામણ કરવી ગુનો હોય તો અમે કરી છે જે થાય એ કરી લો. એજન્સીઓ મારફતે કિન્નખીરી રાખી ડબલ એન્જીન સરકાર કાર્યવાહી કરે છે. આ છમકલું છે વિપુલ ચૌધરીએ વિસનગરથી લડવાની જાહેરાત કરી અને તેના કારણે સરકારના મંત્રીઓએ મળીને આ કાવતરું કર્યું હોય શકે. 

અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, 6 તારીખે સરકારી વકીલની સૂચનાથી કોર્ટનું સમાન્સ મળ્યું છે . એનો જે જવાબ જરૂર આપીશું પણ સરકારને અને જનતાને જનતા વતી જણાવવાનું છે. સહકારી સંસ્થાઓ છે, બીજેપીના બાપની મિલકત નથી. આપડા વડવાની મહેનત અને પરસેવો છે. વિપુલ ચૌધરીને ફસાવવામાં આવ્યા છે.  દૂધ સાગર ડેરી એશિયા ની સૌથી મોટી ડેરી છે. બીજેપીની કુટિલતા છે અને મલાઈ ખવાની વૃત્તિના કારણે તળિયે આવી ગઈ છે . જે સહકારી આગેવાનો છે તેને શરણે થવાની વૃત્તિ ના કારણે આ થયું છે. કાયદાથી સભાસદોને ચેરમેન નિમવાના અધિકાર છે. બીજેપી બતાવે કે ચેરમેન માટે મેન્ડેટ આપનાર તમે કોણ છો. તપાસ થાય એનો વાંધો નથી. 

વિપુલ ચૌધરી શરણાગતિ નહોતા સ્વીકારતા અને ભાઉને વફાદાર હતા. અબજો રૂપિયા એક જ સોડામાં બનેલા છે અને એ ભાઉના કહેવાથી બનેલા છે. ભાઉને એમાં ઇન્ટરફીયર કરવાનો અધિકાર નથી અને એના કારણે 75 સંસ્થા ડૂબી ગઈ છે. હું ને બાપુ વિરોધ પક્ષ નેતા હતા અને હું પ્રમુખ હતો. સહકારી પ્રવૃત્તિ જાણનારને ચેરમેન બને એવી લાગણી હતી અને અમે ભલામણ કરી છે અને એના માટે 1 નહીં 10 કોર્ટમાં જાવા તૈયાર છીએ. પોરબંદર દૂધ સંઘ એ કરેલું છે, જે તે સમયના પશુપાલન વિભાગ સંડોવાયેલું હતું. 32 કરોડના પેપર પર બનાવ્યું અને 64 કરોડ માં દૂધ સંઘને પધરાવી દીધું.

મેન્ડેટનું માન્ય રાખે છે અને કમલમમાં ભોગ ધરે છે, એટલે ચાલે છે. બાપુ માટે કોંગ્રેસ માટે માર્ગ મોકળો છે અને એનો નિર્ણય બાપુ અને હાઈ કમાન્ડ કરશે, તેમ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું. 6 ઓક્ટોબર એ સરકારી વકીલની સૂચના થી કોર્ટનું સમન્સ આવ્યું છે. તેનો જવાબ અમે જરૂર થી આપીશું, સહકારી પ્રવૃત્તિ એ ભાજપના બાપની મિલકત નથી. દાયકાઓ બાદ સમગ્ર વિશ્વ માં અમુલ મોડેલ ખયતનામ બન્યું છે,જેમાં ભાજપ નું કે ભાજપના ભાઉ નું કોઈ ફાળો નથી. જે વડીલોએ પોતાનું જીવન સભાસદોના વિકાસ માટે કાર્યરત અને સમૃદ્ધ કરવાનું કામ કર્યું છે. એશિયાની સૌથી મોટી  દૂધસાગર ડેરીનો આંતરિક વિખવાદના લીધે ડેરી પાછળ રહી છે. 65 હજાર કરોડ નું ટર્ન ઓવર ધરાવતું અમુલ ની મલાઈ ખાવાની વૃત્તિ ભાજપની છે. ભજપ અને ભાઉ અમને બતાવ કે મેન્ડેટ આપનાર તમે કોણ છો?? વિપુલ ચૌધરી શરણાગતિ સ્વીકારતાં ના હતા એટલે જેલમાં ગયા. ભાઉના શરણે ના જનાર વિપુલ ચૌધરું જેલમાં ગયા છે. ભાઉના કહેવાથી અબજો રૂપિયા ભ્રષ્ટાચારના લોકોએ બનાવ્યા છે. કાયદો કાયદાનું કામ કરશે,ડો.અમૃતા પટેલ રિટાયર્ડ થાય તેની બાદ અનુભવી ને આપો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લદાખમાં મોટી દુર્ઘટના: ટેન્ક અભ્યાસ દરમિયાન નદીનું જળસ્તર વધતા અનેક જવાનો શહીદ થયાની આશંકા
લદાખમાં મોટી દુર્ઘટના: ટેન્ક અભ્યાસ દરમિયાન નદીનું જળસ્તર વધતા અનેક જવાનો શહીદ થયાની આશંકા
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
Mobile Number Port: 1 જુલાઈથી નિયમો બદલાઈ રહ્યા છે, આવા યુઝર્સ મોબાઇલ નંબર પોર્ટ નહીં કરી શકે
Mobile Number Port: 1 જુલાઈથી નિયમો બદલાઈ રહ્યા છે, આવા યુઝર્સ મોબાઇલ નંબર પોર્ટ નહીં કરી શકે
સોનામાં તેજીનું વાવાઝોડું આવી રહ્યું છે, જલ્દી એક તોલાનો ભાવ 1,00,000 રૂપિયા સુધી પહોંચી શકે છે, આ છે કારણ
સોનામાં તેજીનું વાવાઝોડું આવી રહ્યું છે, જલ્દી એક તોલાનો ભાવ 1,00,000 રૂપિયા સુધી પહોંચી શકે છે, આ છે કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Accident | સુરતમાં કારે 2 બાળકોને કચડ્યા, થયો આબાદ બચાવAhmedabad Rain| અમદાવાદમાં આગામી ત્રણ દિવસને લઈને કરાઈ સૌથી મોટી આગાહીAhmedabad Rain | રસ્તા પર ખાડારાજને લઈને થયું રાજકારણ શરૂ, જાણો શું કહ્યું કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે?Ahmedabad Monsoon Updates| આ રોડ પરથી નીકળતા પહેલા ચેતી જજો નહિંતર ધડામ કરી પડશો ખાડામાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લદાખમાં મોટી દુર્ઘટના: ટેન્ક અભ્યાસ દરમિયાન નદીનું જળસ્તર વધતા અનેક જવાનો શહીદ થયાની આશંકા
લદાખમાં મોટી દુર્ઘટના: ટેન્ક અભ્યાસ દરમિયાન નદીનું જળસ્તર વધતા અનેક જવાનો શહીદ થયાની આશંકા
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
Mobile Number Port: 1 જુલાઈથી નિયમો બદલાઈ રહ્યા છે, આવા યુઝર્સ મોબાઇલ નંબર પોર્ટ નહીં કરી શકે
Mobile Number Port: 1 જુલાઈથી નિયમો બદલાઈ રહ્યા છે, આવા યુઝર્સ મોબાઇલ નંબર પોર્ટ નહીં કરી શકે
સોનામાં તેજીનું વાવાઝોડું આવી રહ્યું છે, જલ્દી એક તોલાનો ભાવ 1,00,000 રૂપિયા સુધી પહોંચી શકે છે, આ છે કારણ
સોનામાં તેજીનું વાવાઝોડું આવી રહ્યું છે, જલ્દી એક તોલાનો ભાવ 1,00,000 રૂપિયા સુધી પહોંચી શકે છે, આ છે કારણ
IND vs SA: કોહલી શતક ફટકારશે, ભારત T20 વર્લ્ડ કપ જીતશે... ફાઇનલ પહેલાં દિગ્ગજે કરી મોટી ભવિષ્યવાણી
IND vs SA: કોહલી શતક ફટકારશે, ભારત T20 વર્લ્ડ કપ જીતશે... ફાઇનલ પહેલાં દિગ્ગજે કરી મોટી ભવિષ્યવાણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
આજનું હવામાનઃ આજે 17 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો
આજનું હવામાનઃ આજે 17 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો
Embed widget