શોધખોળ કરો
Bobby Deol Wife: આ કામ કરીને લાખોની કમાણી કરી લે છે બૉબી દેઓલની પત્ની તાન્યા, સુંદરતામાં પણ છે અપ્સરા જેવી....
બૉલીવુડ સ્ટાર બૉબી દેઓલ ફરી એકવાર ચર્ચામા છે, ફિલ્મ 'એનિમલ' દ્વારા બૉબી ફરી એકવાર ઈન્ડસ્ટ્રી પર રાજ કરવા માટે તૈયાર છે

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/8

Bobby Deol Wife: બૉલીવુડ સ્ટાર બૉબી દેઓલ ફરી એકવાર ચર્ચામા છે, ફિલ્મ 'એનિમલ' દ્વારા બૉબી ફરી એકવાર ઈન્ડસ્ટ્રી પર રાજ કરવા માટે તૈયાર છે, જોકે, અમે તમને આ આર્ટિકલમાં બૉબી દેઓલ વિશે નહીં પરંતુ તેની પત્ની વિશે માહિતી આપી રહ્યાં છે. અહીં અભિનેતાની લકી ચાર્મ એટલે કે તેની સુંદર પત્નીનો પરિચય કરાવી રહ્યા છીએ. જે પણ એક બિઝનેસ વૂમન છે અને મોટી કમાણી કરી રહી છે, તેની સુંદરતા પર પણ તમે દિલ હારી બેસશો....
2/8

હિન્દી સિનેમાની બ્લૉકબસ્ટર ફિલ્મ 'ધરમવીર'થી પોતાની અભિનય કારકિર્દી શરૂ કરનાર બૉબી દેઓલ ફિલ્મ 'બરસાત'માં અભિનેતા તરીકે જોવા મળ્યો હતો. દર્શકોને પણ આ ફિલ્મ ખુબ પસંદ આવી હતી. આ પછી તેણે અનેક ફિલ્મોમાં કામ કર્યું હતુ.
3/8

પરંતુ થોડા જ વર્ષોમાં બૉબી દેઓલની કારકિર્દી ખરડાઈ ગઈ અને તે ધીમે ધીમે પડદા પરથી ગાયબ થઈ ગયો. ત્યારબાદ અભિનેતાએ સલમાન ખાનની ફિલ્મ 'રેસ 3'થી કમબેક કર્યું. ફિલ્મ સારી ચાલી ના હતી, પરંતુ ચાહકોને બૉબીનું કમબેક ગમ્યું હતું અને ત્યારથી અભિનેતા ઇન્ડસ્ટ્રીમાં પોતાના દમદાર અભિનયથી લોકોના દિલ જીતી રહ્યો છે.
4/8

અંગત જીવનની વાત કરીએ તો બૉબી દેઓલે તાન્યા આહુજા સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન 30 મે 1996ના રોજ થયા હતા. હવે આ સ્ટાર કપલ બે દીકરા આર્યમાન અને ધરમ દેઓલના માતા-પિતા પણ છે.
5/8

બહુ ઓછા લોકો જાણે છે કે બૉબી દેઓલને તાન્યા સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. આ પછી તે તાન્યા સાથે વાત કરવા માટે ઘણા દિવસો સુધી તેની પાછળ ગયો.
6/8

પછી એક દિવસ તાન્યાએ પણ બોબી સાથે વાત કરી અને થોડી જ વારમાં તે બૉબીના પ્રેમમાં પડી ગઈ.
7/8

તાન્યા આહુજા અમીર પરિવારની છે. તેમના પિતા દેવેન્દ્ર આહુજા એક નાણાકીય કંપનીના મેનેજિંગ ડિરેક્ટર હતા.
8/8

આ સિવાય તાન્યા પોતે પણ એક બિઝનેસવૂમન છે. તે ‘ધ ગુડ અર્થ’ નામનો ઇન્ટિરિયર ડિઝાઇનિંગ શૉરૂમ ચલાવે છે. તે કૉસ્ચ્યૂમ ડિઝાઇનર પણ છે. તે આ કામથી દર મહિને લાખોની કમાણી કરે છે.
Published at : 29 Nov 2023 12:30 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
