શોધખોળ કરો
કંગના રનોતે કોવિડ પોઝિટિવ લોકોને આપી આવી સલાહ, કહ્યું કે, 'આપણા દેશમાં....'

3
1/5

એક્ટ્રેસ કંગના રનોતે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં કંગનાએ ફેન્સેને જણાવ્યું છે કે, કોવિડનો પોઝિટિલ કેસ આવ્યાં શું કરવું જોઇએ જેથી આપ કોવિડ વાયરસને સરળતાથી માત આપી શકો.દેશમાં કોવિડના કેસ ઝડપથી વધી રહ્યાં છે. બોલિવૂડ સેલેબ્સ પણ સંક્રમિત થઇ ચૂક્યાં છે. કંગના રનૌતનો પણ કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે કોરોના સંક્રમિત થયાની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.
2/5

કોવિડનો નેગેટિવ રિપોર્ટ આવ્યાં બાદ કંગનાએ આ સમાચાર શેર કરતા તેમના ફેન્સનો શુક્રિયા અદા કરતાં લખ્યું હતું કે, "આપ સૌની દુવાની અસર છે કે, હું જલ્દી રિકવર થઇ ગઇ. આ મુશ્કેલ સમય ઝડપથી પસાર થઇ ગયો"
3/5

કંગના રનોતે એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં સંક્રમિતોને કેટલીક ટિપ્સ આપી છે. કંગનાએ કહ્યું કે, "કોવિડનું સંક્રમણ થયા બાદ મનથી મજબૂત અને પોઝિટિવ રહેવું ખૂબ જ જરૂરી છે. તેમણે જણાવ્યું કે, તેમનો સીટી કાઉન્ટ 18 સુધી પહોચી ગયું હતું. હું મારા અનુભવથી કહું છું, ડરવું ન જોઇએ, ડરી ગયા બાદ દુશ્મનને હરાવવું મશ્કેલ થઇ જાય છે"
4/5

કંગનાએ તેમના અનોખા અંદાજમાં કહ્યું કે, "આ દેશમાં નેગેટિવ લોકોનું ગ્રૂપ પોઝિટિવ લોકો પર હાવિ રહે છે. હું મારા અનુભવથી બીજાનો ફાયદો કરાવવા ઇચ્છુ છું. કંગનાએ કહ્યું કે, ત્રણ સ્ટેજ પર આપે આપની જાતને જીતવાની છે.. જેમાં એક મેન્ટલી, બીજી ફિઝિકલી અને ત્રીજી ઇમોશનલી. આ ત્રણ સ્ટેજ પર આપ જીતી ગયા તો કોવિડની અડધી જંગ જીતી ગયા.
5/5

તેમણે કોવિડના પોતાના અનુભવને શેર કરતાં કહ્યું કે, "હું સ્ટીમ લેતી હતી. ઉકાળો પીતી હતી અને ગાર્ગલ કરતી હતી. માતા-પિતાએ મને ગિલોય મોકલી હતી. હું વર્ક આઉટ પણ કરતી હતી. હું પ્રાણાયમ કરતી હતી અને ઓમકારનો જાપ કરતી હતી. આ સમયે નેગેટિવિટી હાવિ થઇ જાય છે. સકારાત્મક વિચારસરણી માટે દ્રઢતા કેળવવી જરૂરી છે.
Published at : 18 May 2021 04:18 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
