શોધખોળ કરો
તસવીરોમાં જુઓ લખીમપુર હિંસાની કહાની, ઘટના બાદ તનાવ, કલમ 144 અને ખેડૂતોની ચાર માંગો........
Lakhimpur_Kheri
1/8

નવી દિલ્હીઃ યુપીના લખીમપુર ખીરીમાં રવિવારે થયેલી હિંસામાં આઠ લોકોના મોત બાદ મામલો વધુ ગરમાયો છે. લખીમપુરમાં ખેડૂતો રાત્રે ધરણાં આપી રહ્યાં છે, તેમની માંગ છે કે દોષીઓ પર જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તે ધરણાં ચાલુ રાખશે.
2/8

આ પહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈત સવારે સાડા ચાર વાગે લગભગ લખીમપુર પહોંચી ગયા હતા, અને તેમને લખીમપુરના એક ગુરુદ્વારામાં ખેડૂતોની કમિટી સાથે મીટિંગ કરી. આ બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરવામા આવી. રાકેશ ટિકૈતે ખેડૂતો સાથે બેઠક બાદ એલાન કરી દીધુ કે જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરીએ.
3/8

હાલ, લખીમપુરમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે, નેતાઓની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામા આવ્યો છે. ઘટના બાદ મુખ્યમંત્રી યોગીએ વિશ્વાસ અપાવ્યો છે કે દોષીઓને છોડવામા નહીં આવે. ADG લૉ એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે બેઠકમાં ઘટનાની પુરેપુરી જાણકારી આપી.
4/8

લખીમપુરમાં કાલે શું થયુ? - ખરેખરમાં યુપીના ડેપ્યૂટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યને લખીમપુર ખીરીમાં આયોજિત કુશ્તી કાર્યક્રમમાં આવવાના હતા. ડેપ્યૂટી સીએમના પહોંચતા પહેલા ખેડૂતો કૃષિ કાયદાનો વિરોધ કરવા લાગ્યા હતા. ખેડૂતોનો આરોપ છે કે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના દીકરા આશીષ મિશ્રા અને તેના સમર્થકોએ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર ગાડીઓ ચઢાવી દીધી છે. આ પછી ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ 2 SUV કારને આગચંપી કરી દીધી. આ આખી ઘટનામાં અત્યાર સુધી કેટલાય લોકોના મોત થઇ ચૂક્યા છે. હિંસાની ખબર બાદ ડેપ્યૂટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યે પણ પોતાનો લખીમપુર પ્રવાસ રદ્દ કરી દીધો હતો.
5/8

પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના ઘરની બહાર ભારે સંખ્યામાં પોલીસ અને PAC તૈનાત કરી દેવામાં આવી છે.
6/8

લખનઉથી લખીમપુર જઇ રહેલી પ્રિયંકા ગાંધીની કેટલાય કલાકો બાદ સીતાપુરમાંથી અટકાયત કરી દેવામાં આવી હતી.
7/8

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાનુ કહેવુ છે કે ખેડૂતોના રૂપમાં ઉપદ્રવીઓએ આ બધો હંગામો કર્યો. તેમને કહ્યું- ખેડૂતોની વચ્ચે છુપાયેલી ઉપદ્રવી તત્વોએ ગાડીઓ પર પથ્થરમારો કર્યો, લાકડી દંડા ફટકાર્યો, અને તલવારોથી મારામારી કરી, આના વીડિયો અમારી પાસે છે.
8/8

ખેડૂતોની માંગ શું છે? 1. કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાને બરખાસ્ત કરવામાં આવે, 2. અજય મિશ્રાના દીકરાની ધરપકડ, 3. મૃતકોના પરિવારજનોને 1-1 કરોડનુ વળતર, 4. મૃતકોના પરિવારજનોને સરકારી નોકરી.
Published at : 04 Oct 2021 02:21 PM (IST)
આગળ જુઓ
Advertisement





















