શોધખોળ કરો
Marriage Law: આ મુસ્લિમ દેશે છોકરીઓની લગ્નની ઉંમર 9 વર્ષ કરતા જ થયો ઉગ્ર વિરોધ, રસ્તાઓ પર મહિલાઓનું પ્રદર્શન
Female Marriage Age Reduces In Iraq: ઇરાકની સંસદે છોકરીઓની લગ્નની ઉંમરને ઘટાડીને 9 વર્ષ કરી દીધી છે. જેના કારણે સમગ્ર દેશમાં મોટો વિવાદ સર્જાયો છે.

ઈરાકની સંસદમાં છોકરીઓની લગ્નની ઉંમર ઘટાડવામાં આવી
1/6

ઈરાકની સંસદે છોકરીઓની લગ્નની ઉંમર ઘટાડીને 9 વર્ષ કરી દીધી છે. આનાથી સમગ્ર દેશમાં મોટો વિવાદ ઊભો થયો છે, માત્ર દેશના લોકો જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે માનવાધિકાર સંગઠનોએ પણ ભારે ચિંતા વ્યક્ત કરી છે.
2/6

આ બિલના સમર્થકોએ દાવો કર્યો છે કે તેનો હેતુ ઇસ્લામિક કાયદાનો અમલ કરવાનો અને યુવાન છોકરીઓને અનૈતિક સંબંધોથી બચાવવાનો છે.
3/6

આ બિલનો વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે જો તે સંસદમાં પસાર થઈ જશે તો તેનાથી મહિલાઓના અધિકારો અને લિંગ સમાનતાનો નાશ થશે. પ્રગતિ પણ અટકી જશે.
4/6

માનવાધિકાર સંગઠનો, સામાજિક સંગઠનો અને મહિલા જૂથોએ આ બિલનો વિરોધ કરતા કહ્યું કે આનાથી યુવા છોકરીઓના શિક્ષણ, સ્વાસ્થ્ય અને કલ્યાણ પર નિયંત્રણો આવશે. જૂથોએ દલીલ કરી છે કે આ બાળ લગ્નોથી બાળકો શાળા છોડી દે છે, અકાળ ગર્ભાવસ્થા અને ઘરેલું હિંસા વધી જશે.
5/6

યુનિસેફના રિપોર્ટ અનુસાર ઈરાકમાં 28% છોકરીઓના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે. હ્યુમન રાઈટ્સ વોચના સંશોધક સારાહ સાંબરે કહ્યું કે દેશ વધુ પછાત થશે.
6/6

ઈરાક વિમેન્સ નેટવર્કના અમાલ કાબાસીએ પણ આનો વિરોધ કરતા કહ્યું કે આનાથી પુરુષોને ઘણી છૂટ મળશે. તેમણે કહ્યું કે આ અસંખ્ય છોકરીઓનું ભવિષ્ય અને કલ્યાણ છીનવી શકે છે. તેમણે કહ્યું કે છોકરીઓનું સ્થાન રમતના મેદાન અને શાળામાં હોવું જોઈએ, લગ્નના પોશાકમાં નહીં.
Published at : 09 Aug 2024 12:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
