શોધખોળ કરો
Viral News: પાકિસ્તાનના ખેલાડીએ પોતાની જીત બાદ લહેરાવ્યો તિરંગો, બાદમાં જણાવ્યું કારણ
Viral: દુબઈમાં કરાટે મેચમાં ભારતને 2-1થી હરાવ્યા બાદ પાકિસ્તાનના ખેલાડી રિંદ શાહઝેબ તિરંગો લહેરાવતો જોવા મળ્યો હતો. આનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ફોટોઃ ટ્વિટર
1/6

Viral: દુબઈમાં કરાટે મેચમાં ભારતને 2-1થી હરાવ્યા બાદ પાકિસ્તાનના ખેલાડી રિંદ શાહઝેબ તિરંગો લહેરાવતો જોવા મળ્યો હતો. આનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
2/6

ભારત-પાકિસ્તાન વચ્ચેની લડાઇ દુનિયામાં કોઈનાથી છૂપાયેલી નથી. જ્યારે પણ ભારત-પાકિસ્તાન સ્પર્ધાની વાત આવે છે ત્યારે દરેક વ્યક્તિ એ જાણવા માટે ઉત્સુક હોય છે કે આ સ્પર્ધામાં કોણ કોના પર ભારે પડશે.
3/6

દુબઈમાં આયોજિત કરાટે કોમ્બેટ KC45માં એક પાકિસ્તાની ખેલાડીએ ભારતીય ખેલાડીને 2-1થી હરાવ્યો, તે પછી તેણે જે કર્યું તે ખૂબ જ સુંદર હતું.
4/6

પાકિસ્તાનના રિંદ શાહઝેબે ખૂબ જ સુંદર અંદાજમાં જીત નોંધાવ્યા બાદ પાકિસ્તાનનો ધ્વજ લહેરાવ્યો હતો અને બીજા હાથમાં ભારતનો તિરંગો લઈને ખૂબ જ સન્માન સાથે લહેરાવ્યો હતો.
5/6

શાહઝેબે કહ્યું કે આ મેચ શાંતિ માટે હતી, અમે દુશ્મન નથી, અમે તો સાથે છીએ અને સાથે રહીને કંઈ પણ કરી શકીએ છીએ.
6/6

શાહઝેબે વધુમાં કહ્યું કે ભારત-પાકિસ્તાનના સંબંધો સુધરવા જોઈએ અને આ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધારવાની હતી. આશા છે કે આ અમને નજીક લાવશે.આ પહેલા પણ પાકિસ્તાનના ઘણા ખેલાડીઓ ભારતીય તિરંગો લહેરાવતા જોવા મળ્યા છે. શાહિદ આફ્રિદી પોતે પણ આ કરી ચૂક્યો છે.
Published at : 24 Apr 2024 04:43 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
વડોદરા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
