શોધખોળ કરો
કાશ્મીરી યુવતીના પ્રેમમાં સરફરાઝ ખાન ક્લીન બોલ્ડ થયો હતો, ભારતીય શતકવીરની લવસ્ટોરી રસપ્રદ છે
Sarfaraz Khan: ભારતીય બેટ્સમેન સરફરાઝ ખાને ન્યુઝીલેન્ડ સામે બેંગલુરુમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી હતી. તેણે પોતાની સદીથી ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ ઓછી કરી.

સરફરાઝ ખાન અને રોમાના ઝહૂર
1/6

સરફરાઝ ખાને બેંગલુરુમાં ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. સરફરાઝે જરૂરતના સમયે ટીમ ઈન્ડિયા માટે સદી રમી હતી.
2/6

સરફરાઝે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી 110 બોલમાં પૂરી કરી. તેણે સદી પૂરી કરી ત્યાં સુધી 13 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
3/6

પોતાની શાનદાર ઇનિંગ્સને કારણે ચર્ચામાં રહેનાર સરફરાઝ ખાનની લવ સ્ટોરી પણ ઘણી રસપ્રદ છે. તેણે કાશ્મીરી યુવતી સાથે લગ્ન કર્યા છે.
4/6

સરફરાઝની પત્નીનું નામ રોમાના ઝહૂર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરફરાઝ રોમાના સાથે પહેલી જ મુલાકાતમાં પ્રેમમાં પડી ગયો હતો.
5/6

આ પછી સરફરાઝે તેના પિતરાઈ ભાઈને રોમાના સાથે લગ્ન કરવાની વાત કરી. ત્યારબાદ પરિવારજનોએ વાત કરી અને સંબંધ ફાઇનલ થયો.
6/6

સરફરાઝ અને રોમાનાના લગ્ન 6 ઓગસ્ટ, 2023ના રોજ થયા હતા. બંનેના લગ્ન કાશ્મીરના શોપિયા જિલ્લાના પાશપોરા ગામમાં થયા હતા.
Published at : 19 Oct 2024 02:04 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
