(Source: ECI/ABP News/ABP Majha)
ક્રિકેટમાં મોટું કારનામું, 21 વર્ષીય આ યુવા બેટ્સમેને માત્ર 29 બૉલમાં ફટકારી સદી, ડિવિલિયર્સનો મોટો રેકોર્ડ તુટ્યો
જેક ફ્રેજર-મૈકગર્કે માર્શ કપમાં દક્ષિણ ઓસ્ટ્રેલિયા તરફથી રમતી વખતે તાસ્માનિયા સામે આ રેકોર્ડ બનાવ્યો હતો. જેક ફ્રેઝર-મેકગર્કે 21 વર્ષની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી છે.
Cricket Big Record: ક્રિકેટના મેદાન પરથી એક મોટા કારનામાના સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના યુવા બેટ્સમેન જેક ફ્રેજર-મૈકગર્કે ક્રિકેટની દુનિયામાં ઇતિહાસ રચી દીધો છે. તેણે લિસ્ટ A ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી દીધી છે. જેક ફ્રેજર-મૈકગર્કે માર્શ કપમાં માત્ર 29 બૉલમાં સદી (29 બૉલમાં સેન્ચૂરી) ફટકારી દીધી છે. આ મેચમાં તેણે 125 (38) રન બનાવ્યા હતા. આ સદી સાથે તેણે એબી ડી વિલિયર્સનો સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. આ પહેલા આ રેકોર્ડ ડિવિલિયર્સના નામે હતો, એબી ડી વિલિયર્સે માત્ર 31 બૉલમાં સદી ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો.
એબી ડિવિલિયર્સનો રેકોર્ડ તોડ્યો
જેક ફ્રેજર-મૈકગર્કે માર્શ કપમાં દક્ષિણ ઓસ્ટ્રેલિયા તરફથી રમતી વખતે તાસ્માનિયા સામે આ રેકોર્ડ બનાવ્યો હતો. જેક ફ્રેઝર-મેકગર્કે 21 વર્ષની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી છે. તેણે 38 બૉલમાં 125 રનની ઈનિંગમાં 10 ફોર અને 13 સિક્સર ફટકારી હતી. જેક ફ્રેઝર-મેકગર્ક પહેલા એબી ડી વિલિયર્સે 2015માં વેસ્ટ ઈન્ડિઝ સામે 31 બોલમાં સદી ફટકારી હતી.
Jake Fraser-McGurk has brought up the fastest EVER #MarshCup half-century!
It's come from just 18 balls, beating Glenn Maxwell's record of 19 😱 pic.twitter.com/M1CQB7KVDA— cricket.com.au (@cricketcomau) October 8, 2023
સૌથી ફાસ્ટ લિસ્ટ-એ સદી -
29 – જેક ફ્રેજર-મૈકગર્કે, સાઉથ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટીએએસ (2023)
31 – એબી ડિવિલિયર્સ, સાઉથ આફ્રિકા વિરૂદ્ધ વેસ્ટ ઇન્ડિઝ (2015)
36 – કોરી એન્ડરસન, ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વેસ્ટ ઇન્ડિઝ (2014)
36 – ગ્રાહમ રૉઝ, સમરસેટ વિરૂદ્ધ ડેવૉન (1990)
Jake Fraser McGurk scored the fastest List A century in just 29 balls in the Marsh Cup.
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 8, 2023
Smashed 125 (38) with 10 fours and 13 sixes - got out in the 12th over itself in the 50 overs game. Carnage from Jake McGurk! pic.twitter.com/rzIrBvn4oL
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી આ ટૂર્નામેન્ટમાં તસ્માનિયાની ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં નવ વિકેટે 435 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ ઓસ્ટ્રેલિયાએ સારી શરૂઆત કરી હતી. દક્ષિણ ઓસ્ટ્રેલિયાના ઓપનર જેક ફ્રેઝર-મેકગર્કે તોફાની ઇનિંગ રમી હતી.
Now Australia's Jake Fraser-McGurk Has The Fastest List-A Century Record !!! pic.twitter.com/syZSSnNclS
— Junaid Khan (@JunaidKhanation) October 8, 2023
World Record: South Australia's Jake Fraser-McGurk smashes the fastest hundred in List-A cricket, he gets there in just 29 balls and breaks AB de Villiers's record of 31 balls 🔥🔥
— Farid Khan (@_FaridKhan) October 8, 2023
He's the first ever cricketer to score a century under 30 balls in any format. Gayle scored it off… pic.twitter.com/HffbUoyzFs