શોધખોળ કરો

IND vs ZIM: પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને 10 વિકેટથી હરાવ્યું, રાહુલની કેપ્ટનશીપમાં પ્રથમ જીત

ટીમ ઈન્ડિયાએ હરારેમાં રમાયેલી પ્રથમ વનડેમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ભારતે ત્રણ મેચની વનેડે સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

IND vs ZIM, Match Highlights: ટીમ ઈન્ડિયાએ હરારેમાં રમાયેલી પ્રથમ વનડેમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ભારતે ત્રણ મેચની વનેડે સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ 189 રન જ બનાવી શકી હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 30.5 ઓવરમાં લક્ષ્યનો પીછો કરી લીધો હતો.

કેએલ રાહુલની કેપ્ટન્સીમાં ભારતની આ પહેલી જીતઃ

ભારતના બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ઓપનર બેટ્સમેન શિખર ધવન અને શુભમન ગીલે મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. શુભમન ગિલે અણનમ 82 અને શિખર ધવને અણનમ 81 રન બનાવ્યા હતા. અગાઉ બોલિંગમાં અક્ષર પટેલ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને દીપક ચહરે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. તમને જણાવી દઈએ કે કેએલ રાહુલની કેપ્ટન્સીમાં ભારતની આ પહેલી જીત છે.

ઝિમ્બાબ્વેની શરૂઆત જ ખરાબ રહી

ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કરતી ઝિમ્બાબ્વે ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી, તેણે 10.1 ઓવરમાં 31 રનમાં પોતાની 4 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન ઇનોસન્ટ કાઈયા (4), તદિવાનાશે મારુમાની (8), સીન વિલિયમ્સ (5) અને વેસલે મધેવેરે (1) જલ્દી પેવેલિયન પરત ફર્યા હતા. આ સાથે જ ઝિમ્બાબ્વેની અડધી ટીમ માત્ર 66 રનમાં પેવેલિયન પરત ફરી ગઈ હતી. ત્યાર બાદ સિકંદર રઝા 12 રનનો સ્કોર બનાવીને આઉટ થયો હતો.

આ પછી રયાન બર્લે (11) 20.5 ઓવરમાં પ્રસિદ્ધ ક્રિષ્નાના બોલ પર શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો હતો, જેના કારણે ઝિમ્બાબ્વેને 83 રન પર છઠ્ઠો ઝટકો લાગ્યો હતો. કેપ્ટન રેજીસ ચકાબ્વાએ કેટલાક સારા શોટ્સ રમ્યા અને ટીમ માટે મહત્વપૂર્ણ રન ઉમેર્યા, પરંતુ 26.3 ઓવરમાં ચકબવા 35 રન બનાવીને અક્ષરના હાથે બોલ્ડ થયો. આ પછી અક્ષરે લ્યુક જોંગવે (13)ને પણ આઉટ કર્યો હતો. જેના કારણે ઝિમ્બાબ્વેની ટીમે 110 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી.

આ પછી બ્રેડ ઇવાન્સ અને રિચર્ડ નગારવાએ ભારતીય બોલરોનો હિંમતભેર સામનો કર્યો અને ઘણા સારા શોટ્સ રમ્યા હતા. બંને વચ્ચેની લાંબી ભાગીદારી (65 બોલમાં 70 રન) પ્રસિદ્ધ ક્રિષ્નાએ તોડી હતી જ્યારે તેણે રિચર્ડ નગારવાને 34 રન પર બોલ્ડ કરીને પોતાનો ત્રીજો શિકાર બનાવ્યો હતો. ઝિમ્બાબ્વેએ 39.2 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
Advertisement

વિડિઓઝ

Shehbaz Sharif: 'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...',  અસીમ મુનીર બાદ પાકિસ્તાનના PM શહબાઝ શરીફે આપી ધમકી
PM Modi likely to visit U.S : PM મોદી આગામી મહિને જઈ શકે છે અમેરિકા
Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીમાં કેમ ખાવા પડે છે ધક્કા?
Navsari News: નવસારીમાં સ્ટ્રીટ લાઈટના અભાવે અકસ્માતના બનાવો વધ્યા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
Ganesh Chaturthi 2025: ગણેશ ચતુર્થી પર વાહન, ઘર ખરીદવા માટે બની રહ્યો છે દુર્લભ સંયોગ, જાણો મુહૂર્ત
Ganesh Chaturthi 2025: ગણેશ ચતુર્થી પર વાહન, ઘર ખરીદવા માટે બની રહ્યો છે દુર્લભ સંયોગ, જાણો મુહૂર્ત
બ્રોકલી ખાવાથી ફેલાઈ ખતરનાક બીમારી, એકનું મોત, 9ની હાલત ગંભીર
બ્રોકલી ખાવાથી ફેલાઈ ખતરનાક બીમારી, એકનું મોત, 9ની હાલત ગંભીર
Independence Day 2025: આઝાદી માટે કેમ પસંદ કરવામાં આવી હતી ઓગસ્ટ મહિનાની 15 તારીખ? જાણો તેનો ઈતિહાસ
Independence Day 2025: આઝાદી માટે કેમ પસંદ કરવામાં આવી હતી ઓગસ્ટ મહિનાની 15 તારીખ? જાણો તેનો ઈતિહાસ
'કોઈ વ્યક્તિ ફક્ત આધાર, પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ રાખવાથી ભારતનો નાગરિક બની શકતો નથી', બોમ્બે હાઈકોર્ટની મોટી ટિપ્પણી
'કોઈ વ્યક્તિ ફક્ત આધાર, પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ રાખવાથી ભારતનો નાગરિક બની શકતો નથી', બોમ્બે હાઈકોર્ટની મોટી ટિપ્પણી
Embed widget