મોહમ્મદ સિરાજ બાદ વધુ એક ક્રિકેટરની પોલીસમાં એન્ટ્રી, મળી DSP ની પદવી, જુઓ વર્દી પહેરેલી તસવીર
Deepti Sharma DSP: દીપ્તિને સરકાર દ્વારા 3 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું. દીપ્તિ આગ્રાની રહેવાસી છે
![મોહમ્મદ સિરાજ બાદ વધુ એક ક્રિકેટરની પોલીસમાં એન્ટ્રી, મળી DSP ની પદવી, જુઓ વર્દી પહેરેલી તસવીર india woman cricketer deepti sharma became dsp in the uttar pradesh police department she share photos મોહમ્મદ સિરાજ બાદ વધુ એક ક્રિકેટરની પોલીસમાં એન્ટ્રી, મળી DSP ની પદવી, જુઓ વર્દી પહેરેલી તસવીર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/e908d2886d528f12f17a225fc2508b68173822269230077_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Deepti Sharma DSP: ભારતીય પુરુષ ટીમના ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજને તેલંગાણામાં ડીએસપી બનાવવામાં આવ્યો છે. હવે ભારતની મહિલા ટીમની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા ડીએસપીના ગણવેશમાં જોવા મળી હતી. દીપ્તિએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ડીએસપીના યૂનિફોર્મમાં જોવા મળી રહી છે. દીપ્તિ ડીએસપી બનવાની સાથે, સરકારે તેને ઇનામ તરીકે મોટી રકમ પણ આપી.
ઉત્તરપ્રદેશ સરકારે ગયા વર્ષે જાન્યુઆરીમાં દીપ્તિ શર્માને ડીએસપી બનાવવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત, દીપ્તિને સરકાર દ્વારા 3 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું. દીપ્તિ આગ્રાની રહેવાસી છે. તેને બાળપણથી જ ક્રિકેટ રમવાનો શોખ હતો. તે તેના ભાઈ સાથે ક્રિકેટ રમવા જતી. આ રીતે તેની સ્ટૉરી ધીમે ધીમે વધતી ગઈ અને તે ભારતીય ટીમમાં પહોંચી.
માત્ર 12 વર્ષની ઉંમરે દીપ્તિની ઉત્તરપ્રદેશ ટીમમાં પસંદગી થઈ હતી. 2014 માં, દીપ્તિએ ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. ત્યારથી તે ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટ રમી રહી છે. દીપ્તિ ટીમ ઈન્ડિયાની મુખ્ય ખેલાડીઓમાંની એક છે. અત્યાર સુધી, તેણે પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ટીમ ઈન્ડિયાને ઘણી મેચ જીતવામાં મદદ કરી છે.
View this post on Instagram
દીપ્તિ શર્માની આંતરરાષ્ટ્રીય કેરિયર
ઉલ્લેખનીય છે કે, દીપ્તિ ભારત માટે ત્રણેય ફોર્મેટ રમે છે. ૨૭ વર્ષીય દીપ્તિ શર્માએ અત્યાર સુધીમાં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૫ ટેસ્ટ, ૧૦૧ વનડે અને ૧૨૪ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટમાં, દીપ્તિએ બેટિંગમાં 319 રન બનાવ્યા છે અને બોલિંગમાં 20 વિકેટ લીધી છે. આ ઉપરાંત, વનડેમાં, તેણે બેટથી 2154 રન બનાવ્યા છે અને બોલિંગ કરતી વખતે 130 વિકેટ લીધી છે. બાકીની T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં, દીપ્તિએ બેટિંગમાં 1086 રન બનાવ્યા છે અને બોલિંગમાં 138 વિકેટ લીધી છે.
આ પણ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)