શોધખોળ કરો
સાઇના નેહવાલે જીત્યો ઈન્ડોનેશિયા માસ્ટર્સનો ખિતાબ, બની પ્રથમ ભારતીય મહિલા ખેલાડી, જાણો વિગત

1/3

સાઇના ઈન્ડોનેશિયા માસ્ટર્સ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી બની ગઈ છે. આ વખતે સાઇનાએ વર્લ્ડ નંબર 7 ચીનની બિંગજિયાઓન 18-21, 21-12, 21-18થી હાર આપીને ફાઇનલમાં પહોંચી હતી. તે ગત વર્ષે પણ આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી.
2/3

નવી દિલ્હીઃ ભારતની બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલે ઈન્ડોનેશિયા માસ્ટર્સનો ખિતાબ જીતી લીધો છે. વર્લ્ડ નંબર 9 સાઇનાએ ફાઇનલમાં સ્પેનની ત્રણ વખતની વિશ્વ ચેમ્પિયન તથા વર્લ્ડની નંબર 3 ખેલાડી કેરોલિના મારિનને હાર આપી હતી. મારિન ઈજાગ્રસ્ત થવાનો ફાયદો સાયનાને મળ્યો હતો. ફાઇનલ મેચની શરૂઆતની સાતમી મિનિટે જ સાઇના ઇજાગ્રસ્ત થઈ હતી. તે સમયે સાઇના મારિન સામે 4-10થી પાછળ હતી.
3/3

જીત બાદ સાઇનાએ કહ્યું કે, આપણા તમામ માટે આ વર્ષ મહત્વનું છે. મારિન કટ્ટર હરિફ હતી, તેણે સારી શરૂઆત કરી હતી પરંતુ આજે જે કંઈ પણ થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે. હું પણ ઈજામાંથી મુક્ત થયા બાદ પરત આવી છું. મલેશિયમાં સેમીફાઇનલ અને ફાઇનલમાં પહોંચી શકી તે માટે ખુશ છું.
Published at : 27 Jan 2019 04:29 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
બિઝનેસ
દેશ
Advertisement
